બોલિવિયામાં એરફોર્સનું હર્ક્યુલસ વિમાન રોડ પર ક્રેશ

બોલિવિયામાં વાયુસેનાનું એક હર્ક્યુલસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે અને ૩૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

15 killed after Bolivian military plane carrying banknotes crashed on busy  road | World News - News9live

શુક્રવારે સાંજે અંદાજે ૦૬:૦૦ વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય મુજબ), બોલિવિયાની રાજધાની લા પાઝ પાસે આવેલા એલ અલ્ટો શહેરમાં વાયુસેનાનું હર્ક્યુલસ સી-૧૩૦ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અહેવાલો મુજબ, ખરાબ હવામાનને કારણે ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને એરપોર્ટની બાઉન્ડ્રી તોડીને સીધું જાહેર રોડ પર આવી પડ્યું હતું. રસ્તા પર ઉભેલા અનેક વાહનો સાથે વિમાન ટકરાતા ભારે નુકસાન થયું હતું.

Bolivian Air Force plane crashes on busy El Alto road, several killed -  India Today

અકસ્માતની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આ વિમાન દેશના અન્ય ભાગોમાં નવી ચલણી નોટો (બેંક નોટ્સ) લઈ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ વિમાનમાંથી આ નોટો રસ્તા પર ચારેબાજુ વિખરાઈ ગઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

15 killed after military plane crashes on to busy road in Bolivia - reports  - Q Radio

દુર્ઘટનામાં ૩૦ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે એલ અલ્ટો એરપોર્ટને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, વિમાનમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *