લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ ઈરાને વળતો પ્રહાર કરતા ઇઝરાયલ અને અન્ય કેટલાક દેશોમાં સ્થિત US મિલિટરી બેઝને ટાર્ગેટ કર્યા.

ઇઝરાયલ-અમેરિકા તરફથી ઈરાન પર મોટો હુમલો કરાયો છે. સૂત્રોના દાવા અનુસાર, મિનાબ સ્કૂલમાં બોમ્બમારો કરાતા ૩૬ જેટલા વિદ્યાર્થીઓના મોત થયાની આશંકા છે.
![]()
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે, ત્યારે એવી ચર્ચા છે કે, સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ વચ્ચે ઈરાને નેશનલ સુપ્રીમ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી એક તસવીર જાહેર કરી છે, જેમાં ખામેનેઈ બેઠેલા જોવા મળી રહ્યા છે.

ઈરાનના વિદેશ મંત્રાલયે ઇઝરાયલી હુમલાને ક્ષેત્રીય અખંડતા અને રાષ્ટ્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલે એવા સમયે હુમલો કર્યો, જ્યારે ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી હતી. ઈાનની સેના હુમલાખોરોને આકરો જવાબ આપશે. આ હુમલો યુનાઇટેડ નેશનસ્ ચાર્ટરના આર્ટિકલ ૨ (૪)નું ઉલ્લંઘન છે. ઈરાન UN ટૂંક સમયમાં જ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવાની અપીલ કરે છે. ઈરાનીઓએ ક્યારેય વિદેશી હુમલાઓ અને દબદબાની આગળ હાર નથી માની, આ વખતે પણ ઈરાની દેશનો જવાબ નિર્ણાયક અને પાક્કો હશે અને હુમલાખોરોને તેના ગુના માટે પછતાવો કરાવશે.
![]()
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘UAE પર આજે ઈરાની બેલિસ્ટિક મિસાઈલો દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે UAE ની એર ડિફેન્સ સિસ્ટમે અત્યંત કાર્યક્ષમતા સાથે આ મિસાઈલોનો સામનો કર્યો અને કેટલીક મિસાઈલોને સફળતાપૂર્વક આંતરી લીધી હતી (હવામાં જ તોડી પાડી હતી).
UAE ના અધિકારીઓએ રહેણાંક વિસ્તારમાં પડેલા મિસાઈલના કેટલાક કાટમાળના કારણે થોડું મિલકતનું નુકસાન થયું છે. આ પડેલા કાટમાળને કારણે એશિયન રાષ્ટ્રીયતા ધરાવતા એક નાગરિકનું મૃત્યુ પણ થયું છે.
Ministry of Defence of the United Arab Emirates tweets, “The UAE today was subjected to a blatant attack involving Iranian ballistic missiles, noting that UAE air defence systems dealt with the missiles with high efficiency and successfully intercepted a number of missiles.…
સત્તાધિકારીઓએ પુષ્ટિ કરી છે કે UAE માં સુરક્ષાની સ્થિતિ હાલ સ્થિર છે અને તમામ સંબંધિત સંસ્થાઓ ચોવીસે કલાક ઘટનાક્રમ પર નજર રાખી રહી છે…”
ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે ઈઝરાયલે એક સ્કૂલને નિશાન બનાવી હતી જેમાં પાંચ વિદ્યાર્થિનીઓના મોત નીપજ્યા હતા. જ્યારે કતારમાં કરાયેલા ઈરાની હુમલામાં 3 નાગરિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી અત્યાર સુધી સામે આવી છે. એવા પણ અહેવાલ છે કે અબુધાબીમાં એરપોર્ટની નજીક જ હુુુુમલા કરવામાં આવ્યા હતા.
ઈરાનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. UNSCની તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવવામાં આવે. ઈરાન વિરૂદ્ધ કાર્યવાહી રોકવાની અપીલ કરાઈ છે.
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને નિશાન બનાવ્યા છે. અમે આ હુમલાઓના રિઝલ્ટ આવવાની રાહ જોઈ રહ્યા છીએ.
યુદ્ધની સ્થિતિ સર્જાતા એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ગલ્ફ દેશોમાં સંચાલિત તમામ ફ્લાઈટ્સ રદ કરી છે.
ઈરાનમાં હાલ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગ કરી છે કે તેમને તાત્કાલિક ઈરાનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવે.
ઈરાને ફરી ઇઝરાયલ પર હુમલા કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર ઇઝરાયલમાં એક 9 માળની બિલ્ડિંગ પર ઇઝરાયલે હુમલો કર્યો હોવાનો દાવો કરાયો છે. જેને લઈને મોટું નુકસાન થયાની આશંકા છે.
ઈરાનના હુમલા બાદ UAEએ પ્રતિક્રિયા આપી છે કે, ‘ઈરાનના હુમલાનો અમે પણ જવાબ આપીશું’
અમેરિકા અને ઈઝરાયલના હુમલાને કારણે અકળાયેલા ઈરાને મધ્યપૂર્વમાં વિવિધ દેશોમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાને લેવાનું શરૂ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં કુલ ૮ દેશોમાં મિસાઈલો ઝીંકી છે
ઈરાનના અધિકારીએ હવે અમેરિકા અને ઈઝરાયલના હુમલાને પગલે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે પરમાણુ પ્રોજેક્ટ અંગે કોઈ સમાધાન કે વાતચીત નહીં થાય.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતાં રશિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ પોતાને શાંતિદૂત કહે છે. પણ તેમણે હવે પોતાનો અસલ રંગ બતાવી દીધો છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિને જોતાં યમન પણ હવે ઈરાનની વહારે આવ્યું છે અને તેણે એક મોટો નિર્ણય લેતા રાતા સમુદ્રને જહાજોની અવર-જવર માટે બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હવે યમન પણ ઈરાન સાથે મળીને ઈઝરાયલ અને અમેરિકા પર હુમલા કરી રહ્યું છે.
ઈરાનના કથિત સાથીદારો લેબેનોન અને યમને પણ ઈઝરાયલમાં મિસાઈલ હુમલા શરૂ કરી દીધાના અહેવાલ સામે આવ્યા છે. યમનમાં હૌથીઓ દ્વારા એક પછી એક અનેક મિસાઈલો ઈઝરાયલ તરફ દાગવામાં આવી રહી છે. જ્યારે લેબેનોનમાં હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા ઈઝરાયલને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
ઈરાને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશનને ધ સીઝ ઓફ ખૈબર નામ આપ્યું છે.
