અમદાવાદમાં જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામા’

અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ 3 માર્ચે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, રજિસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને આ પ્રક્રિયા કરાઈ રહી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવાઈ છે, તો હિન્દુ સંગઠનોએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી છે.  

સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા યુવતીના પહેરવેશની થઈ રહી છે. લગ્ન કરવા આવેલી યુવતી વકીલના ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી, જેને જોઈને ત્યાં હાજર અન્ય વકીલોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવતી વકીલ ન હોવા છતાં વકીલના સ્વાંગમાં આવતા કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પણ પોતાની મર્યાદાના ઉલ્લંઘન બદલ નારાજગી વ્યક્ત કરી છે.

First case of love jihad under Gujarat Freedom of Religion Act: separating  truth from propaganda

યુવતીએ નરોડાના સલમાન મન્સૂરી નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરવા પહોંચી હતી. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આને ‘લવ જેહાદ’ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે આ લગ્નનો સખત વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે યુવતીને ભ્રમિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *