
ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને તિરંગો લહેરાવ્યો. સૂર્યકુમાર યાદવની આગેવાની વાળી ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૫૬ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૧૯ ઓવરમાં ૧૫૯ રનો પર ઓલઆઉટ થઈ ગઈ. આમ, ભારતે ન્યૂઝીલેન્ડને ૯૬ રને હરાવ્યું છે. આમ, ભારતીય ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ચેમ્પિયન બની છે.

જણાવી દઈએ કે, બંને ટીમો પહેલીવાર ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ હતી. સૌથી વધુ સંજૂ સેમસને ૮૯ રન ફટકાર્યા છે. જ્યારે અભિષેક શર્માએ ૫૨ અને ઈશાન કિશને ૫૪ રન બનાવ્યા છે. આ સિવાય શિબમ દુબેએ ૨૬, હાર્દિક પંડ્યાએ ૧૮ રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમે આ સિવાય વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમના પહેલા ત્રણેય બેટરે ફિફ્ટી ફટકારી છે.

જસપ્રીત બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ

સંજૂ સેમસન બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ


ભારતે ચેમ્પિયન બનીને અનેક રેકોર્ડ બનાવ્યા
• ભારત ત્રણ વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની ગઈ છે. કોઈ પણ ટીમે બે વારથી વધુ ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો નથી. (ભારતે ૨૦૦૭ માં એમએસ ધોની અને ૨૦૦૪ માં રોહિત શર્માની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો.)
• ભારત ટૂર્નામેન્ટના ૧૯ વર્ષના ઈતિહાસમાં ખિતાબ ડિફેન્ડ કરનારી પહેલી ટીમ છે.
• ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી મોટો સ્કોર ભારતીય ટીમના નામે નોંધાયો છે. આ અગાઉ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં ભારતનો જ હાઈએસ્ટ સ્કોર ૧૭૬ રન હતો.
• ફાઈનલમાં ભારતીય ટીમના પહેલા ત્રણેય બેટરે ફિફ્ટી ફટકારીને ઈતિહાસ સર્જ્યો છે.
• ભારતીય ટીમ ટી-૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલીવાર મેચ જીતી.
ભારત ઘરઆંગણે ટી-૨૦ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો

ટી-૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ યજમાન દેશ પોતાના દેશમાં ટ્રોફી જીતી શક્યો નહોતો. ભારતે આ ‘જિંક્સ’ (અશુભ માન્યતા) તોડીને ઘરઆંગણે કપ જીતનાર પ્રથમ દેશ બનવાનું ગૌરવ મેળવ્યું છે.
સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી
![]()
• સેમીફાઈનલ અને ફાઈનલમાં અડધી સદીનો રેકોર્ડ: ટી-૨૦ વર્લ્ડકપના ઈતિહાસમાં એક જ એડિશનની સેમીફાઈનલ અને ફાઈનલ એમ બંને મહત્વની મેચોમાં ૫૦ કે તેથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં સંજૂ સેમસને સ્થાન મેળવ્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૦૯ માં શાહિદ આફ્રિદી અને વર્ષ ૨૦૧૪ માં વિરાટ કોહલીએ આ કારનામું કર્યું હતું. હવે ૨૦૨૬ માં સેમસને આ સિદ્ધિ મેળવીને દિગ્ગજોની ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

• સતત ત્રણ મેચમાં ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ: સંજૂ સેમસને માત્ર સેમીફાઈનલ અને ફાઈનલ જ નહીં, પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. આમ, વર્લ્ડકપમાં સતત ત્રણ મેચમાં ૫૦ પ્લસ સ્કોર કરનાર બેટર્સની યાદીમાં તે સામેલ થયો છે. આ યાદીમાં શ્રીલંકાના મહેલા જયવર્ધને (૨૦૧૦), વિરાટ કોહલી (૨૦૧૬-૨૦૨૧), બાબર આઝમ (૨૦૨૧) અને કેએલ રાહુલ (૨૦૨૧) જેવા ખેલાડીઓ અગાઉ સ્થાન મેળવી ચૂક્યા છે.
• ૨૦૨૬ ના અન્ય રેકોર્ડ બ્રેકર ખેલાડીઓ: વર્ષ ૨૦૨૬ ના આ ટી-૨૦ વર્લ્ડકપમાં માત્ર સંજૂ સેમસન જ નહીં, પરંતુ અન્ય બે વિદેશી ખેલાડીઓએ પણ સતત ત્રણ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકાના બેટર કુસલ મેન્ડિસ અને પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન પણ આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ મેચમાં ૫૦ થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા છે.
ટી-૨૦ વર્લ્ડ કપ ફાઇનલ: ટોચના ત્રણ બેટરના નામે પહેલીવાર અડધી સદી
સેમસન અને અભિષેકે ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ બનાવ્યું અને ટીમને મજબૂત શરૂઆત આપી. બંને બેટરોએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે ટી-૨૦ વર્લ્ડ કપ ફાઇનલમાં ૫૦ થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી હોય. આ પહેલા, કામરાન અકમલ અને શાહઝૈબ હસને ૨૦૦૯માં શ્રીલંકા સામે ૪૮ રનની ભાગીદારી કરી હતી. ફાઇનલમાં બંને બેટરોએ ઓપનિંગ વિકેટ માટે ૯૮ રન ઉમેર્યા હતા. રચિન રવિન્દ્ર દ્વારા અભિષેકને આઉટ કરીને આ ભાગીદારીનો અંત આવ્યો હતો. અભિષેક ૨૧ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૫૨ રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય ટોચના ત્રણ બેટરોએ પહેલીવાર અડધી સદી ફટકારી છે. કારણ કે ઈશાન કિશને પણ ૫૪ રનની ઈનિંગ રમી છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર
ભારતે ટી-૨૦ વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના ૯૨ રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. ટીમે વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડી દીધું, જેણે ૨૦૨૪ માં અફઘાનિસ્તાન સામે પાવરપ્લેમાં એક વિકેટે ૯૨ રન બનાવ્યા હતા. સેમસને સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી, જેનાથી ભારત વિશાળ સ્કોર સુધી પહોંચ્યું. જોકે, સેમસને સદી ફટકારી ન હતી, તેણે ૪૬ બોલમાં ૮૯ રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી ક્યારેય નથી બન્યું ટી-૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન
ન્યૂઝીલેન્ડ હજુ સુધી એક પણ ટી-૨૦ વર્લ્ડ કપ ટાઇટલ જીતી શક્યું નથી. તેઓ ફક્ત ૨૦૨૧ માં સેમિફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા. આ વખતે ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં પહોંચી પરંતુ તે જીતી ના શકી.

ભારતીય ટીમના બોલર્સનું પ્રદર્શન
- હાર્દિક પંડ્યા – ૧ વિકેટ
- અક્ષર પટેલ – ૩ વિકેટ
- જસપ્રીત બુમરાહ – ૪ વિકેટ
- વરુણ ચક્રવર્તી – ૧ વિકેટ
- અભિષેક શર્મા – ૧ વિકેટ



વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
