વધુ એક યુદ્ધના ભણકારા !

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલા પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલા હવાઈ હુમલાનો જવાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Pak Afghanistan Air Strike Reason; Pakistan-Taliban Relationship Update |  TTP Suicide Bombers

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના માહોલ વચ્ચે હવે દક્ષિણ એશિયામાં પણ નવા સંઘર્ષના સંકેતો જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર અફઘાનિસ્તાનની તાલિબાન સરકારએ પાકિસ્તાનના કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલાઓને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલાનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

Pakistan conducts airstrikes in Kabul, Spin Boldak areas: Taliban's 4th  Battalion, 6th Border Brigade reportedly destroyed; Afghanistan deploys  tanks along Pak border

અફઘાનિસ્તાનના શાસક ગૃપ તાલિબાનએ જણાવ્યું છે કે પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં હુમલાની માહિતી સામે આવી છે. તાલિબાનનું કહેવું છે કે આ કાર્યવાહી પાકિસ્તાનની તાજેતરની સૈન્ય કાર્યવાહી સામે પ્રતિશોધ તરીકે કરવામાં આવી હતી.

Pakistan Airstrikes Afghanistan | Taliban Warns Response

આ હુમલાઓ અંગે માહિતી આપતાં તાલિબાન સરકારના ઉપપ્રવક્તા હમદુલ્લાહ ફિતરતએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનના કોહાટ વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં પાકિસ્તાની સૈન્યના કેટલાક મહત્વપૂર્ણ સ્થાનોને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Afghanistan-Pakistan conflict: Taliban says conducted airstrikes on military  base near Islamabad

તાલિબાનના જણાવ્યા અનુસાર ડ્યુરંડ લાઈન નજીક આવેલ એક વોર કમાન્ડ સેન્ટર અને સૈન્ય કિલ્લાના કમાન્ડ ઓફિસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સૈનિકોના રહેણાંક વિસ્તારો અને સૈન્ય ગોડાઉનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પણ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ કાર્યવાહી “અન્યાયનો જવાબ” તરીકે કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા મુજબ અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનના મહત્વપૂર્ણ સૈન્ય કેન્દ્રને નિશાન બનાવ્યું હતું.

Pakistan-Afghanistan updates: Deadly cross-border fighting intensifies

અહેવાલો અનુસાર અફઘાન વાયુસેનાએ ઇસ્લામાબાદના ફૈઝાબાદ વિસ્તારમાં આવેલા એક મહત્વપૂર્ણ સૈન્ય કેન્દ્ર “હમઝા”ને પણ નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. આ હુમલો સાંજે લગભગ પાંચ વાગ્યે કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Pakistan Airstrikes Afghanistan | Taliban Warns of Response

આ તણાવનું મૂળ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં હોવાનું કહેવામાં આવે છે. તાજેતરમાં પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ, કંદહાર, પક્તિયા પ્રાંત અને પક્તિકા પ્રાંત સહિતના વિસ્તારોમાં હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં અનેક લોકોના મોત થયા હતા અને રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું.

Senior Taliban Official On Pak's Airstrikes In Afghanistan: Broken Ceasefire

આ દરમિયાન પાકિસ્તાનમાં એક અલગ હુમલાની ઘટના પણ સામે આવી છે. ખૈબર પખ્તુનખ્વાના લક્કી મરવત જિલ્લામાં એક પોલીસ વાહન પર આઈઈડી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સાત પોલીસકર્મીઓના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ સ્વીકારી છે. અહેવાલ મુજબ પોલીસ વાહન રસૂલ ખેલ ચેકપોસ્ટ નજીક પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

Afghanistan says it thwarted Pakistan airstrikes on Bagram airbase |  Afghanistan | The Guardian

તાલિબાનના પ્રવક્તાઓએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એક હવાઈ હુમલામાં ખોસ્ત પ્રાંતના સાદકો ગામમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને કંદહાર એરપોર્ટ નજીક આવેલા ખાનગી એરલાઈનના ઇંધણ ડિપો પર બોમ્બમારો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ આ ડિપો નાગરિક વિમાનો ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના વિમાનોને પણ ઇંધણ પૂરું પાડતો હતો.

Pakistan Declares Open War on Afghan Taliban: Airstrikes Hammer Kabul and  Kandahar | Military.com

આ ઘટનાઓ દક્ષિણ એશિયામાં નવા સંઘર્ષની શક્યતાઓ તરફ સંકેત આપી રહી છે. હાલમાં વિશ્વનું ધ્યાન ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ પર કેન્દ્રિત છે, પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી ક્ષેત્રમાં વધુ અસ્થિરતા સર્જાઈ શકે છે. જો બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી વધે તો તેનો પ્રભાવ માત્ર આ બે દેશો સુધી મર્યાદિત નહીં રહે પરંતુ સમગ્ર પ્રદેશની સુરક્ષા પર પણ અસર પડી શકે છે. હાલ વિશ્વભરના નિષ્ણાતો અને રાજનૈતિક વર્તુળો આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *