વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી 1 - image

મધ્ય-પૂર્વ એશિયામાં છેલ્લા ૧૪ દિવસથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે નિર્ણાયક અને અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયું છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના આ સંઘર્ષમાં હવે સીધી રીતે ઓઇલ સુવિધાઓ અને ઊર્જા મથકોને નિશાન બનાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના ઓઇલના ઠેકાણાઓ પર હુમલો કરશે, તો તે અમેરિકા સાથે જોડાયેલી તમામ ઓઇલ સુવિધાઓને રાખના ઢગલામાં ફેરવી દેશે. આ તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા ઓઇલની કિંમતોમાં 40 ટકાથી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો છે. હોર્મુઝ જળમાર્ગ અને ખાર્ગ ટાપુ પર જોખમ

Iran War US Damage Analysis; American Military Bases Attack | Middle East  Casualties Report

વિશ્વના કુલ ઓઇલ વેપારનો ૨૦ % હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ હાલ યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે જો ઈરાન દ્વારા જહાજોની અવરજવર રોકવામાં આવશે, તો અમેરિકા ઈરાનના સૌથી મોટા ઓઇલ નિકાસ કેન્દ્ર ‘ખાર્ગ દ્વીપ’ને સંપૂર્ણપણે તબાહ કરી દેશે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકી નૌસેના ટૂંક સમયમાં ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કરશે. ઈરાને આના જવાબમાં વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે અમેરિકી હુમલાની સ્થિતિમાં તેની સાથે સંકળાયેલી ઓઇલ કંપનીઓ સુરક્ષિત નહીં રહે.

Toxic Oil Rain in Tehran After Airstrikes

૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા ‘ઓપરેશન એપિક ફ્યુરી’માં અત્યાર સુધીમાં ઈરાનના ૧૫૦૦૦ થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયેલે એકલા હાથે ૭૬૦૦ થી વધુ હવાઈ હુમલા કરીને ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે. ઈરાનના આરોગ્ય મંત્રાલય અનુસાર ૧૨૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૩૨ લાખથી વધુ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. ઈરાને પણ વળતો જવાબ આપતા ૧૦ થી વધુ દેશો પર મિસાઇલ અને ડ્રોન ફેંક્યા છે.

Iran, Israel will reach agreement as Ind-Pak did', claims Trump Kashmiri  students injured in Israeli strike on hostel in Tehran; Iran launches fresh  waves of missiles

શુક્રવારે રાત્રે તેહરાનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ અમેરિકાએ હુમલા તેજ કરવાની જાહેરાત કરી છે. કતારના દોહામાં મિસાઇલો તોડી પાડવામાં આવી છે અને સાઉદી અરેબિયાએ ડઝનબંધ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા છે. તૂર્કીએ પણ નાટો દ્વારા ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ તોડી પાડવાની પુષ્ટિ કરી છે. લેબનાનમાં થયેલા ઈઝરાયેલી હુમલામાં ૧૨ તબીબોના મોત થતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

Why Iran is not World War III | US-Israel vs Iran is not World War III, but  the past could hold keys to the conflict's future - Telegraph India

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા નેતા જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ હજુ સુધી જાહેર જનતાની સામે આવ્યા નથી. ઈરાનમાં જાન્યુઆરી મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને યુદ્ધને કારણે ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. બીજી તરફ, અમેરિકાએ જાપાનથી ‘યુએસએસ ત્રિપોલી’ જહાજને ૨૫૦૦ મરીન કમાન્ડો સાથે આ ક્ષેત્રમાં તૈનાત કરવા મોકલ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૩ અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. હાલની સ્થિતિ જોતાં સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર જોખમ તોળાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *