એક્ટ્રેસ મધુ મલ્હોત્રાનું ૭૧ વર્ષની વયે અવસાન થયું છે

૭૦ અને ૮૦ ના દાયકાની ફેમસ એક્ટ્રેસ મધુ મલ્હોત્રાનું ૭૧ વર્ષની વયે અવસાન થયું છે. જેમના અંતિમ સંસ્કાર ૧૪ માર્ચે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

Madhu Malhotra dies at 72: Here's everything you need to know about the  Satte Pe Satta fame actress | Entertainment News – India TV

બોલીવુડમાં મધુ મલ્હોત્રા એક જાણીતું નામ હતું. જેમને અમિતાભ બચ્ચનની “સત્તા પે સત્તા” અને “હીરો” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમનું ફેમસ સોંગ  “લમ્બી જુદાઈ”, આજે પણ ફેમસ છે. તેમનું ૭૧ વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.  મધુ મલ્હોત્રાના અંતિમ સંસ્કાર ૧૪ માર્ચે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. સુભાષ ઘાઈએ આ એક્ટ્રેસના નિધનના સમાચાર મળતાં જ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ફેંસ પણ સોશિયલ મીડિયા પર તેમને યાદ કરી રહ્યા છે.

Madhu Malhotra Dies At 72, Known For Hero Song Lambi Judai | Outlook India

૭૦ અને ૮૦ ના દાયકાની ફેમસ એક્ટ્રેસ મધુ મલ્હોત્રા તેમના કરિયરમાં ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેઓ લીડ રોલમાં નહીં પણ સપોર્ટીંગ રોલમાં અને સોંગમાં દેખાયા હતા. તેમને અમિતાભ બચ્ચનની “સત્તા પે સત્તા” દ્વારા ઓળખ મળી હતી.

Madhu Malhotra का हुआ निधन, बॉलीवुड एक्‍ट्रेस ने खतरनाक विलेन से की थी  शादी, पति के 12 महिलाओं से थे संबंध | Madhu Malhotra Death, Bollywood  actress married villain Mahesh Anand, husband

મધુ મલ્હોત્રાએ અનેક ફિલ્મોમાં રોલ કર્યો હતો. તેમને વર્ષ ૧૯૭૮ માં રામસે બ્રધર્સની હોરર ફિલ્મ “અંધેરા” થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ સુભાષ ઘાઈની ફિલ્મોમાં નાના પણ મહત્વના રોલ માટે ફેમસ થઇ હતી. મલ્હોત્રાની સૌથી ફેમસ ફિલ્મોમાં ૧૯૮૨ માં રિલીઝ થયેલી “સત્તા પે સત્તા”નો સમાવેશ થાય છે, જેમાં તેઓ “મૌસમ મસ્તાના” સોન્ગમાં ટોપી પહેરીને એક્ટર પેઇન્ટલ (બુદ્ધ) ની ગર્લફ્રેન્ડનો રોલ ભજવતા જોવા મળ્યા હતા. બાદમાં તેમને ૧૯૮૩ ની ફિલ્મ “હીરો” માં તેમના સોન્ગ “લંબી જુદાઈ” માટે લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ૧૯૭૯ માં “ધ ગ્રેટ ગેમ્બલર”, ૧૯૮૦ માં “કર્જ”, ૧૯૮૨ માં “વિધાતા”, “વિશ્વનાથ” (૧૯૭૮), “શ્રદ્ધાંજલિ” (૧૯૮૧), “ગુલામ” (૧૯૯૮), અને “હોગી પ્યાર કી જીત” (૧૯૯૯) જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

लम्बी जुदाई' फेम अभिनेत्री मधु मल्होत्रा का निधन, 72 साल की उम्र में ली  अंतिम सांस - veteran actress madhu malhotra passes away at 71 | Webdunia  Hindi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *