પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયાના એક દિવસ બાદ ભાજપે ઉમેદવારોનું પોતાનું પહેલું લિસ્ટ બહાર પાડી દીધું છે. જેમાં ભાજપે મમતા બેનર્જી સામે સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.

West Bengal Assembly Elections 2026 | Suvendu Adhikari to contest from  Bhowanipore against chief minister Mamata Banerjee - Telegraph India

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ૧૪૪ ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ભાજપે નંદીગ્રામથી વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જ્યાંથી મમતા બેનર્જી  ચૂંટણી લડે છે તે ભવાનીપુર બેઠક પર પણ સુવેન્દુ અધિકારીને ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે.

𝐈𝐬 𝐁𝐉𝐏'𝐬 𝐒𝐮𝐯𝐞𝐧𝐝𝐮 𝐀𝐝𝐡𝐢𝐤𝐚𝐫𝐢 𝐩𝐥𝐚𝐧𝐧𝐢𝐧𝐠 𝐭𝐨  𝐭𝐚𝐤𝐞 𝐨𝐧 𝐌𝐚𝐦𝐚𝐭𝐚 𝐢𝐧 𝐡𝐞𝐫 𝐊𝐨𝐥𝐤𝐚𝐭𝐚 𝐛𝐚𝐬𝐭𝐢𝐨𝐧? The  2021 West Bengal Assembly Elections saw a high-stakes battle in the  Nandigram constituency, as Chief Minister ...

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ભવાનીપુરના ટીએમસી ધારાસભ્ય સોવનદેવ ચટ્ટોપાધ્યાયે મમતા બેનર્જી માટે પોતાની બેઠક ખાલી કરી હતી અને તેમને  ત્યાંથી પેટાચૂંટણી જીતીને બંગાળ વિધાનસભામાં ગયા હતા. આ મતવિસ્તારમાંથી સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારવાનો ભાજપનો નિર્ણય તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વને તેના ગઢમાં પડકાર ફેંકવાનો છે.

Bengal elections 2026: BJP targets Mamata Banerjee's Bhabanipur, Suvendu  Adhikari leads charge | Mathrubhumi English

આ સિવાય ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના લેખક અને ફેમસ સાહિત્યકાર બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારના વંશજ સૌમિત્ર ચટ્ટોપાધ્યાયને નૈહાટીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ ઉમેદવારોમાં ૪૧ વર્તમાન ધારાસભ્યો અને ૩ પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

West Bengal Elections 2026 Full Schedule: Nomination dates, voting time,  result day, key candidates and more

ભાજપે ખડગપુર સદરથી પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે તેના ફાયરબ્રાન્ડ મહિલા નેતા અગ્નિમિત્રા પૌલને આસનસોલ દક્ષિણથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. તો  રાજ્યસભાનાપૂર્વ સાંસદ સ્વપ્ન દાસગુપ્તા રાસબિહારી મતવિસ્તારથી ચૂંટણી લડશે. ભાજપે કાલીગંજથી બાપન ઘોષ, ડાયમંડ હાર્બરથી દીપક કુમાર હલદર, આસનસોલ ઉત્તરથી કૃષ્ણેન્દુ મુખર્જી, હસનથી નિખિલ બેનર્જી, કૂચ બિહાર ઉત્તરથી સુકુમાર રોય અને સિલિગુડીથી શંકર ઘોષને મેદાનમાં ઉતાર્યા છે.

BJP Releases First List Of 144 Candidates For West Bengal Assembly Elections

ભારતીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યાના એક દિવસ બાદ ભાજપનું પહેલી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, બંગાળની ચૂંટણી ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાશે. જેમાં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી માટે ઈલેક્શન શિડ્યુલની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, દરેક માટે ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઈલેક્શન ફેઝની સંખ્યા ઘટાડવી જરૂરી હતી.

Why West Bengal Assembly Election Kept to Just Two Phases in 2026? Election  Commission Explains | Times Now

વર્ષ ૨૦૨૬ ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ૪ મેના રોજ થશે. જેમાં આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો પણ તે જ દિવસે જાહેર કરાશે. વર્ષ ૨૦૨૧ ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે ૨૧૫ બેઠકો જીતી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી ૭૭ બેઠકો સાથે મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી હતી. પહેલા પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાઈ હતી. આ વખતે ચૂંટણી પંચે બંગાળની ચૂંટણી માત્ર બે તબક્કામાં કરાવવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *