પ્રાચી સાથે જોડાયેલ શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરની આ વાત તમે નહીં જાણતા હોવ…

ગીર સોમનાથનું પ્રખ્યાત યાત્રાધામ એટલે પ્રાચી તીર્થ. એક એવું પવિત્ર સ્થાન જેને ૧૦૦ વાર કાશી અને એક વાર પ્રાચી તરીકે ઓળખવામાં આવે છે. પિતૃઓના મોક્ષ માટે આ ધામને અનોખું અને શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. સરસ્વતી નદીના પવિત્ર તટ પર બિરાજમાન આ તીર્થ આધ્યાત્મિક શ્રદ્ધાનું પ્રતિક
પ્રાચી તીર્થ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને પિતૃઓના મોક્ષ માટે કરવામાં આવતા ધાર્મિક કર્મકાંડના કારણે આ સ્થળનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. અહીં વર્ષભર યાત્રિકો પોતાના પૂર્વજોની આત્મશાંતિ માટે આવે છે અને શ્રદ્ધાભાવે પિતૃકાર્ય કરે છે.
પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીના કિનારે ભગવાન માધવરાયજી બિરાજમાન છે. માન્યતા મુજબ અહીં પિતૃઓના મોક્ષ માટે કરવામાં આવતી દરેક વિધિ વિશેષ ફળદાયી બને છે. પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ જેવી વિધિઓ અહીં વિશેષ રીતે કરવામાં આવે છે. જેમાં હજારો યાત્રિકો ભાગ લે છે.
ધાર્મિક ગ્રંથો અને લોકવાયકા મુજબ, યદુકુળના નાશ બાદ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના તેત્રીસ કોટી યાદવોના મોક્ષ માટે પ્રાચી મોક્ષ પીપળે પિંડદાન કર્યું હતું.
માત્ર એટલું જ નહીં, મહાભારતના પાત્ર અને ધર્મરાજા યુધિષ્ઠિરે પણ પાંડવો માટે અહીં શ્રાદ્ધ વિધિ કરી હતી. આ કારણે પ્રાચી તીર્થનું ધાર્મિક મહત્ત્વ વધુ મજબૂત બને છે.
પ્રાચી આવતા યાત્રિકો માને છે કે જો માધવરાય ભગવાનના દર્શન કરીને પિતૃ તર્પણ કરવામાં આવે તો તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. પવિત્ર સરસ્વતી નદીમાં તર્પણ કરીને યાત્રિકો પોતાના પિતૃઓ માટે આ સ્થળ પવિત્ર ગણવામાં આવે છે અહીં પિતૃકાર્ય કરવાથી આત્માને શાંતિ મળે છે અને પેઢીઓથી લોકો અહીં આવીને શ્રાદ્ધ કરે છે.
ગીર સોમનાથનું પ્રાચી તીર્થ માત્ર એક યાત્રાધામ નહીં, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને પિતૃભક્તિનું અનોખું કેન્દ્ર છે જ્યાં ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. તેથી અહીં દેશ-વિદેશથી ભાવિકો પોતાના પિતૃના મોક્ષ અર્થે આવતા હોય છે. પ્રાચી તીર્થમાં પિતૃ તર્પણ કરવાનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે, જ્યાં સરસ્વતી નદીના પવિત્ર જળ ભગવાન માધવરાય ભગવાનના ચરણોના અભિષેક કરતા હોય તેવા પવિત્ર ધામમાં પિતૃ તર્પણ અને ભક્તિનો અનેરો મહિમા છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )






