સાચી તારીખ, શુભ મુર્હૂત અને મહત્વ જાણો
/indian-express-gujarati/media/media_files/2026/03/23/kamada-ekadashi-2026-2026-03-23-12-50-27.jpg)
ચૈત્ર સુદ અગિયારસ તીથિ પર કામદા એકાદશી વ્રત રાખવામાં આવે છે. માન્યતા મુજબ કામદા એકાદશી વ્રત કરવાથી વ્યક્તિના માત્ર આ જન્મના નહીં, પૂર્વજન્મના પાપોનો નાશ થાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે.

હિન્દુ ધર્મમાં એકાદશી તીથિનું વિશેષ મહત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કામદા એકાદશી વ્રત વિશે, જે ચૈત્ર સુદ એકાદશી તીથિ પર રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધા અને સંયમ સાથે વ્રત રાખવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે શિવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે સાધના અને મંત્ર જાપ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ચાલો જાણીએ કામદા એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત વિશે વિગતવાર

કામદા એકાદશી ૨૦૨૬ તારીખ
પંચાંગ અનુસાર ચૈત્ર સુદ અગિયારસ તીથિ ૨૮ માર્ચે સવારે ૦૮:૪૬ વાગ્યે શરૂ થશે. આ એકાદશી તિથિ ૨૯ માર્ચે સવારે ૦૭:૪૫ વાગ્યે સમાપ્ત થશે. પંચાગમાં સૂર્યોદય પર જે તીથિ હોય તેનું વધારે મહત્વ હોય છે. આથી કામદા એકાદશીનું વ્રત ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ રાખવામાં આવશે.

કામદા એકાદશી વ્રત ૨૦૨૬ શુભ મુહૂર્ત
કામદા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ૦૫:૦૨ થી ૦૫:૪૭ વાગ્યા સુધી શરૂ થશે. તો અભિજીત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૦૮ સુધી રહેશે. આ બંને મુહૂર્ત કામદા એકાદશીની પૂજા માટે શ્રેષ્ઠ રહેશે. આ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરી શકાય છે.

કામદા એકાદશી વ્રતનું મહત્વ
કામદા એકાદશીનું વ્રત ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પુરાણો અનુસાર, કામદા એકાદશીના વ્રત કરવાથી આ જન્મના પાપો જ નહીં, પરંતુ પૂર્વજન્મના પાપો પણ નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ ખુલે છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
