રામ મંદિર ભારતનું નવુ સાંસ્કૃતિક લેન્ડમાર્ક

आज के दिन:पश्चिम एशिया संकट पर प्रधानमंत्री मोदी की मुख्यमंत्रियों के साथ  बैठक, नेपाल को मिलेगा नया पीएम - 27 March 2026 Major Events - Amar Ujala  Hindi News Live

રામ નવમી પર 5 રાશિના જાતકોને ભવનો આંટો ફળશે, પ્રભુ શ્રી રામના મળશે આશીર્વાદ 1 - image

વર્તમાનમાં અયોધ્યાનું રામ મંદિર ભારતનું નવું સાંસ્કૃતિક લેન્ડમાર્ક બની ગયું છે. ખાસ કરીને રામનવમીના અવસરે તો આ રામ જન્મભૂમિ સૌથી વ્યસ્ત સ્થળ બની જાય છે. ૨૬ માર્ચે રામ નવમીના દિવસે ૮ થી ૧૦ લાખ શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરશે. એ દિવસનાં શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે ૧૧ વાગીને ૧૦ મિનિટથી માંડીને ૧ વાગીને ૪૦ મિનિટ સુધી રહેવાનું છે. 

Ayodhya Ram Mandir and Uttar Pradesh spiritual renaissance: Dawn of a new  era - India Today

રાજા દશરથના ઘેર ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં શ્રીરામનો જન્મ થયો હતો. એથી એ દિવસનું ખૂબ આધ્યાત્મિક મહત્ત્વ છે. રામનવમીના દિવસે ઘેર-ઘેર અને રામ મંદિરોમાં રામ ચરિત માનસનું પઠન કરવામાં આવે છે. મંદિરોમાં વિશેષ પૂજા અને ભજનની સરવાણી વહે છે. અનેક ઠેકાણે રામ ભગવાનની શોભાયાત્રા નીકળે છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની નોમના દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે.

Ram Temple illuminated, decorated beautifully ahead of 'Pran Pratishtha'  ceremony
 
આ દિવસે અયોધ્યાના રામ મંદિરે ભગવાન રામને સૂર્ય તિલક કરવાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં સૂર્યની કિરણો સીધા રામલલાના કપાળે પહોંચે છે. મહારાષ્ટ્રના રામટેક સ્થિત પ્રાચીન રામ મંદિર, તેલંગાણામાં ભદ્રાચલમ સ્થિત દક્ષિણ ભારતના સૌથી પ્રસિદ્ધ રામ મંદિર અને બિહારમાં સીતામઢી સ્થિત માતા સીતાની જન્મભૂમિમાં પણ રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે. 

Surya Tilak of Ramlalla will take place on Ram Navami

આ દિવસે લોકો સવારે વહેલા સ્નાનાદિથી પરવારીને ઘરમાં રામ દરબારની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરીને કળશ રાખીને ભગવાન રામને ફૂલ અને ફળ ધરાવે છે. રામ ચરિત માનસના બાળકાંડનો પાઠ કરે છે. બપોરે આરતી અને પ્રસાદમાં પંજિરી, ફળ અને પંચામૃત આપવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે રામ નવમીના દિવસે વ્રત રાખવાથી જીવનમાં ધર્મ, સંયમ અને ન્યાયની ભાવના મજબૂત થાય છે. 

The third entrance of the Ram temple is also ready.

ભારતના નક્શામાં રામ મંદિર હવે એક વિરાટ લેન્ડમાર્ક બની ગયું છે. આ માત્ર એક પૂજાનું સ્થળ નથી, પરંતુ ભારતીય સભ્યતામાં રામકથા, રામાયણ પરંપરા અને લોક સંસ્કૃતિનું કેન્દ્ર બની ગયું છે. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા આવતા પ્રવાસીઓની સંખ્યામાં બહોળો વધારો થયો છે. વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં લગભગ ૫૪ કરોડ શ્રદ્ધાળુઓએ આ મંદિરની મુલાકાત લીધી હતી. 

Latest Madhya Pradesh News (Madhya Pradesh News): Read 27 March latest news  on Bhaskar English

ભગવાન રામની કથા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ નેપાળ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા અને શ્રીલંકામાં પણ ધર્મ અને લોક સંસ્કૃતિના રૂપમાં સ્થાપિત છે. આ જ કારણ છે કે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પણ આવે છે. અયોધ્યા હવે આંતરરાષ્ટ્રીય રામાયણ પર્યટન સર્કિટનું કેન્દ્ર બની ગયું છે. 

Lighting of lamps begins on ghats in Ayodhya: 26.11 lakh diyas to be lit as  part of world record; counting to take place via drone

Ayodhya Deepotsav today, first after Ram temple consecration, record in  sight - India Today

રામ નવમીના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોના રૂપમાં દીપોત્સવ, રામનવમી ઉત્સવ, રામલીલા અને નાટ્ય પ્રસ્તુતિઓ તથા શાસ્ત્રીય સંગીત અને નૃત્યના કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે. 

Babri Masjid GIFs - Find & Share on GIPHY

આ જ કારણ છે કે રામનવમીના અવસરે ભારત અને હિન્દુઓ માટે અયોધ્યાનું રામ મંદિર સૌથી અગત્યનું કેન્દ્ર બની જાય છે.

રામ નવમી પર બની રહ્યા છે શુભ યોગ -

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *