મિડલ ઈસ્ટ યુદ્ધની આંચ ગુજરાતના આ મોટા ઉદ્યોગને લાગી! ૫૦૦ કરોડનું નુકસાન અને લાખો લોકોના રોજગાર પર ખતરો

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વણસેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને ગંભીર અસર હવે એશિયાના સૌથી મોટા ગણાતા કંડલા ટીમ્બર ઉદ્યોગ પર જોવા મળી રહી છે. વૈશ્વિક અશાંતિના કારણે પરિવહન અને આર્થિક વ્યવહારો ખોરવાતા ટીમ્બર ઉદ્યોગને ₹ ૫૦૦ કરોડથી પણ વધુનું મોટું નુકસાન થવાનો અંદાજ છે.

India Chabahar Port Funding Zero; Trump Impact? | Nirmala Sitharaman

યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો જોખમી બનતા કન્ટેનરના ભાડામાં રાતોરાત ૪ થી ૫ ગણો વધારો ઝીંકાયો છે. ટીમ્બરનો મોટાભાગનો વહીવટ ડોલરમાં થતો હોવાથી, રૂપિયા સામે ડોલરની કિંમત વધતા આયાતકારો પર આર્થિક બોજ વધ્યો છે.

મોના વાંસળીને ગાતી શી રીતે કરે છે - PARI

આ બેવડા મારને કારણે ભારતમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકોના રોજગાર પર મંદીના વાદળો છવાયા છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે જે કન્ટેનરો કંડલા આવી રહ્યા હતા, તેને સુરક્ષાના કારણોસર અન્ય દેશોના પોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા છે.

Dubai court finds mishandled peroxide caused 2021 port blast | AP News

ખાસ કરીને દુબઈના ‘જબર અલી પોર્ટ’ પર મોટી સંખ્યામાં કન્ટેનરો ફસાઈ ગયા છે, જેના કારણે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે ભારતની લાકડાની કુલ જરૂરિયાતનો ૭૦ % હિસ્સો કંડલા ટીમ્બર માર્કેટ પૂરો પાડે છે. 

Selling Craftsmanship In A World Obsessed With Speed

જો અહીં માલની આવક અટકે અથવા ભાવ વધે, તો તેની અસર સમગ્ર દેશના ફર્નિચર, બાંધકામ અને અન્ય લાકડા આધારિત ઉદ્યોગો પર પડે છે. હાલમાં દેશના ૭૦ % ટીમ્બર ધંધાર્થીઓ માલની અછત અને વધતા ખર્ચને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Iran War US Damage Analysis; American Military Bases Attack | Middle East  Casualties Report

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *