‘અમે આપેલા પૈસા તાત્કાલિક પાછા આપો..’

યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ફસાયું, યુએઈ એ કરી ઉઘરાણી…

દુબઈના લેણાંમાં ફસાયું પાકિસ્તાન! અબજો ડોલર પરત કરવા માટે મળ્યું 17  એપ્રિલનું અલ્ટીમેટમ - વર્લ્ડ News

ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધે ખાડી દેશોની કમર તોડી નાખી છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જેવા દેશોનો ઓઈલ-ગેસ પુરવઠો અટકી ગયો છે અને ઈરાન આ દેશો પર મિસાઈલ તથા ડ્રોન હુમલા કરી રહ્યું છે. યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે હવે યુએઈ એ પાકિસ્તાનને આપેલી તેની અબજો ડોલરની લોનની વસૂલાત શરૂ કરી દીધી છે.

Russia Offers Cheap Oil to Pakistan | 11 Days Fuel Left

યુએઈ એ પાકિસ્તાનને કહ્યું છે કે તેણે જે લોન આપી છે તે તાત્કાલિક પરત કરવામાં આવે. યુએઈ ની આ માંગ પર પાકિસ્તાને અબજો ડોલરનું દેવું ચૂકવવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન આ મહિનાના અંત સુધીમાં યુએઈ ને ૨ અબજ ડોલરની લોન પરત કરશે. પાકિસ્તાની જીઓ ન્યૂઝે સૂત્રોના આધારે જણાવ્યું કે, ‘ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ બાદ મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિને જોતા યુએઈ એ તાજેતરમાં તેની લોન તાત્કાલિક પરત માંગી છે.’

Pakistan, UAE sign multiple deals to boost bilateral ties - Daily Times

આ લોન પાકિસ્તાનની ચૂકવણી સંતુલનને ટેકો આપવા માટે આપવામાં આવી હતી અને આ નાણાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી)માં સુરક્ષિત થાપણ તરીકે રાખવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન આ રકમ પર અંદાજે ૬ % વ્યાજ ચૂકવી રહ્યું હતું.

Pakistan, UAE ink agreement to share knowledge and expertise in various  sectors | Arab News

યુએઈ આ થાપણની રકમને દર વર્ષે રોલઓવર (રોકાણના ચક્રને અટકાવ્યા વગર તેને સતત આગળ વધારવું) કરતું હતું, પરંતુ ડિસેમ્બર ૨૦૨૫ માં તેને પહેલા એક મહિના અને પછી બે મહિના માટે લંબાવવામાં આવી હતી, જેની સમયમર્યાદા ૧૭ એપ્રિલ સુધી હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનને બાહ્ય થાપણો તરીકે અંદાજે ૧૨ અબજ ડોલરના રોલઓવરની જરૂર હતી, જેમાં સાઉદી અરેબિયા પાસેથી ૫ અબજ ડોલર, ચીન પાસેથી ૪ અબજ ડોલર અને યુએઈ પાસેથી ૩ અબજ ડોલર સામેલ છે.

દુબઈના લેણાંમાં ફસાયું પાકિસ્તાન! અબજો ડોલર પરત કરવા માટે મળ્યું 17  એપ્રિલનું અલ્ટીમેટમ - વર્લ્ડ News

હાલમાં પાકિસ્તાન પાસે ૨૧ અબજ ડોલરથી વધુનું વિદેશી હૂંડિયામણ અનામત છે અને તે યુએઈ ની લોન ચૂકવવા સક્ષમ છે. પરંતુ આગામી મહિનાઓમાં તેને ફરીથી વિદેશોમાંથી આર્થિક મદદની જરૂર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *