બંગાળ ચૂંટણી પહેલા ૯૦ લાખ મતદારોના નામ હટાવાયા,
.webp)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ટાણે પહેલેથી જ એસઆઈઆર હેઠળ મતદારોના નામ કપાવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હજુ પણ ૬૦ લાખ મતદારોના નામ પર વિચારણા ચાલી રહી હોવાનો ડેટા જાહેર થયો છે. ચૂંટણી પંચે આજે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)માં વિચારાધીન ૬૦ લાખ મતદારોના નામનો ડેટા જાહેર કર્યો છે.

ચૂંટણી પંચે પહેલીવાર જિલ્લા મુજબ નામ દાખલ કરવાની અને હટાવવાની માહિતી શેર કરી છે. પંચના જણાવ્યા મુજબ, બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા હેટળ અત્યાર સુધીમાં કુલ ૯૦.૬૬ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. પંચે ૨૦૨૫ માં પ્રથમ તબક્કા હેઠળ ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં ૫૮.૨ લાખ મતદારોના નામ હટાવાયા હતા, ત્યારપછી ફેબ્રુઆરી-૨૦૨૬ માં અંતિમ યાદી જાહેર કરાઈ હતી અને આમાં વધુ ૫.૪૬ લાખ મતદારો નામ કપાયા છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે, ડેટામાં ટેકનિકલ સમસ્યાના કારણે ૬૦ લાખથી વધુ મતદારોની ઊંડાઈપૂર્વક તપાસ કરીને ખાતરી કરાઈ રહી છે. અધિકારીઓ સંપૂર્ણ ચોક્સાઈથી તપાસ કરી શકે તે માટે આ મતદારોના નામ ન્યાયિક પ્રક્રિયા હેઠળની રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૫૯.૮૪ લાખ મતદારોની ખાતરી કરી લેવાઈ છે, જેમાં સંપૂર્ણ તપાસ બાદ લગભગ ૩૨.૬૮ લાખ યોગ્ય મતદારોના નામ યાદીમાં નોંધવામાં આવ્યા છે, જ્યારે પાત્રકા વિનાના ૨૭.૧૬ લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા બાદ જિલ્લા મુજબ નામ જોડવાની અને હટાવવાનો ડેટા જાહેર કરાયો છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય, એસઆઈઆર ની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો અને મતદાર યાદીની વિશ્વસનિયતા વધારવાનો છે. અત્રે એ જણાવી દઈએ કે, આ ડેટા હવે જાહેરમાં ઉપલબ્ધ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે ૨૩ અને ૨૯ એપ્રિલ-૨૦૨૬ ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.
