એક વેપારીની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

પહેલા પતિનું ‘કામ તમામ’ કર્યું, પછી મૃતદેહ સામે જ પ્રેમી સાથે કર્યું ન કરવાનું કામ઼.

Dhar Ordered Killing for Lover | Police Say Case Mirrors Raja Raghuwanshi  Murder

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી એક વેપારીની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાની સાથે જ ઈન્દોરના બહુચર્ચિત રાજા મર્ડર કેસની યાદો પણ તાજી થઈ છે, કારણ કે અહીંય પણ વેપારી પતિની હત્યા તેની પત્નીએ જ કરી છે. જેણે પહેલા તો રડતા રડતા પોલીસને ઘરમાં લૂંટ અને અપહરણની વાર્તા કહી હતી. પરંતુ પાછળથી ખુલાસો થયો, ત્યારે સચ્ચાઈ જાણીને બધા જ ચોંકી ઉઠ્યા હતા.

ઈન્દોરના રાજા રઘુવંશી મર્ડર જેવી જ ઘટના

આ શોકિંગ ઘટના ધાર જિલ્લાના ગોંદીખેડા ચારણ ગામમાં થઈ હતી. જ્યાં પ્રિયંકા નામની મહિલાએ પોતાના પ્રેમી કમલેશ સાથે મળીને પોતાના પતિ દેવકૃષ્ણની હત્યા કરી નાખી. બાદમાં પ્રેમીને ઘટનાસ્થળેથી નસાડી દીધો અને લૂંટ તેમજ ચોરીની વાર્તા ઘડી નાખી. બાદમાં તો મહિલાએ બૂમો પાડી પાડીને આસપાસના લોકો ભેગા થયા અને પોલીસને બોલાવી. મહિલાએ પોલીસને કહ્યું કે કેટલાક લોકોએ અડધી રાત્રે અમારા ઘરમાં ઘૂસ્યા અને અમને બંનેને જુદા જુદા રૂમમાં બંધક બનાવ્યા. બાદમાં જ્વેલરી અને ૫૦ હજાર રૂપિયાની રોકડની લૂંટ ચલાવી. જ્યારે તેના પતિએ ચોરનો વિરોધ કર્યો તો આરોપીઓએ તેની હત્યા કરી નાખી. મહિલાનો દાવો હતો કે તે બીજા રૂમમાં હતી, અને પતિને બચાવી ન શકી.

Woman murdered inside Delhi temple; panic grips area - Rediff.com

પતિની હત્યા બાદ પ્રેમી સાથે શારીરીક સંબંધ બાંધ્યા

ધારના એસપી મયંક અવસ્થી જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી તો, પ્રિયંકા શરૂઆતમાં વારંવાર પોતાના નિવેદન બદલી રહી હતી. જેના કારણે પોલીસને શંકા થઈ. પરંતુ ઘટનાસ્થળે કેટલીક વસ્તુઓ જોઈને પોલીસને લાગ્યું કે મહિલાએ હત્યાના સ્થળે જ શારીરિક સંબંધ પણ બનાવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન એવું પણ કશું જ ન મળ્યું, જે દર્શાવતું હોય કે ઘરમાં લૂંટ થઈ હોય. પોલીસને ષડયંત્રની શંકા ગઈ, તો મહિલાનો મોબાઈલ પણ ગાયબ હતો.

A shocking murder case from Gondikheda Charan village in Madhya Pradesh's  Dhar district has taken a dramatic turn, with the victim's wife emerging as  the prime आरोपी. Priyanka, who initially claimed she

૪ વર્ષ પહેલા થયા હતા લગ્ન

મૃતક દેવકૃષ્ણ મરચાનો બિઝનેસ કરતો હતો. તેના પરિવારમાં માતા અને બહેન છે. દેવકૃષ્ણના લગ્ન ૪ વર્ષ પહેલા મહારાષ્ટ્રની પ્રિયંકા સાથે થયા હતા. પરંતુ તે મોટાભાગે બિઝનેસના કામે દુકાને રહેતો હતો. આ દરમિયાન પ્રિયંકા પોતાના પ્રેમી કમલેશ સાથે છાગનપતિયા કરતી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *