યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના

યમુનામાં હોડી પલટી જતાં ૮ થી વધુ શ્રદ્ધાળુઓના મોત, ૧૫નું રેસ્ક્યૂ…

यमुना में पलटी श्रद्धालुओं से भरी नाव, कई लोगों के मौत की आशंका, सीएम योगी  ने

ઉત્તર પ્રદેશના મથુરામાં હૃદય હચમચાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે બપોરે વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૮ શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે. 

Varanasi Ganga Boat Accident: 5 Rescued, Small Boat Sinks Near Tulsi Ghat

હોડી વૃંદાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજે ૨૫ જેટલા લોકો સવાર હતા. કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.

Mishap after boat hits bridge in Vrindavan, 8 die; rescue operation underway

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં ૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે ૮ લોકોના જીવ બચાવી શકાયા નથી. વહીવટીતંત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *