બંગાળમાં બીજેપીનો મેનિફેસ્ટો

પશ્ચિમ બંગાળમાં ચુંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ ચૂંટણીને જીતવા માટે થઈને વિપક્ષ ભાજપે વાયદાઓનો ખજાનો ખોલ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે બંગાળની ચુંટણી માટે ઘોષણા પત્ર/ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં મહિલાઓથી લઈને યુવા સુધી મુખ્ય વૉટર્સને ટાર્ગેટ કરીને ફાયદા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Amit Shah to Attend Launch | PM Modis 6 Guarantees for Bengal

પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા જાહેર કરાયેલ ‘ભરોસા પત્ર’ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, જેમાં રાજ્યના વિકાસ, રોજગારી અને સુરક્ષા માટે અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે.

Amit Shah: Opposition over Babri Builders | Kolkata

ભારતીય જનતા પાર્ટી એ પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેને ‘ભરોસા પત્ર’ નામ આપવામાં આવ્યું છે. કોલકાતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઢંઢેરાનું અનાવરણ કર્યું હતું. પાર્ટીનું કહેવું છે કે આ દસ્તાવેજ માત્ર વચનોનો સમૂહ નથી પરંતુ બંગાળના વિકાસ અને પરિવર્તન માટેનો એક વિશ્વાસનો સંકલ્પ છે. આ ઢંઢેરામાં મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને અનેક આકર્ષક જાહેરાતો કરવામાં આવી છે, જેમાં સીધી નાણાકીય સહાય અને રોજગારીના વચનો પણ શામેલ છે.

UCC In Six Months': BJP Releases 'Sankalp Patra' For West Bengal—What Is On  The Manifesto? | Times Now

ભાજપે પોતાના ઢંઢેરામાં મહિલાઓ અને યુવાનોને કેન્દ્રમાં રાખ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે સરકાર બન્યા બાદ દર મહિનાની ૧ થી ૫ તારીખ વચ્ચે દરેક માતાના બેંક ખાતામાં ૩૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવશે. આ સાથે જ બેરોજગાર યુવાનોને પણ દર મહિને ૩૦૦૦ રૂપિયા ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે. પાર્ટીનો દાવો છે કે આ પગલાંઓથી ગરીબી ઘટાડવામાં અને યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત એક કરોડ રોજગારી અને સ્વરોજગારીના અવસર ઉભા કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે જેથી યુવાનોને નોકરી માટે બહાર જવું ન પડે.

Shah unveils 'Sankalp Patra' ahead of WB polls, promises ₹3K aid for women,  youth

અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર કડક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે બંગાળની જનતા હાલની સરકારથી કંટાળી ગઈ છે અને હવે પરિવર્તન ઈચ્છે છે. તેમના મતે મમતા બેનર્જીની સરકારે લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળતા દાખવી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સકારાત્મક અભિગમ સાથે ચૂંટણી લડી રહી છે અને ‘સોનાર બાંગ્લા’ બનાવવાનો સંકલ્પ ધરાવે છે. શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંગાળની જનતા ભાજપને સ્પષ્ટ બહુમતી આપશે.

महिलाओं-बेरोजगारों को 3 हजार और घुसपैठिए को क्या? बंगाल BJP का संकल्प पत्र  जारी

ભાજપના ઢંઢેરામાં રાજ્યની સુરક્ષા અને ઘૂસણખોરી જેવા મુદ્દાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું કે તેમની સરકાર ઘૂસણખોરી પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા અપનાવશે અને બંગાળની સરહદોને સીલ કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે દેશ અને રાજ્યની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નદીઓ અને જળમાર્ગો પર પેટ્રોલિંગ માટે નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમણે ‘માફિયા રાજ’નો અંત લાવવા માટે સમયબદ્ધ યોજના રજૂ કરવાની પણ વાત કરી.

Amit Shah BJP manifesto | Watch Live: Amit Shah releases BJP 'Sankalpa  Patra' manifesto for Bengal Assembly elections - Telegraph India

અમિત શાહે સરકારી કર્મચારીઓ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે બાકી રહેલા મોંઘવારી ભથ્થાં (DA)ની ચુકવણી કરવામાં આવશે અને સરકાર રચાયાના ૪૫ દિવસની અંદર ૭ મા પગાર પંચની ભલામણો અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ ૧૦૦ દિવસમાં ઔદ્યોગિક વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને ઉત્તર બંગાળમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે. દાર્જિલિંગ ચાની વૈશ્વિક ઓળખ વધારવા માટે પણ ખાસ પ્રયાસો કરવામાં આવશે.

United News of India's Video on X

ભાજપે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે અનેક વચનો આપ્યા છે. રાજ્યમાં પોલીસ સહિત તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩ % અનામત આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ‘દુર્ગા સુરક્ષા સ્ક્વોડ’ની રચના કરીને મહિલાઓની સુરક્ષા મજબૂત બનાવવામાં આવશે. આ ઉપરાંત આંગણવાડી અને આશા કાર્યકરોના વેતનમાં વધારો કરવામાં આવશે અને મહિલાઓ માટે મફત બસ મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે. ‘લખપતિ દીદી’ યોજના હેઠળ લાખો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા પ્રયત્ન કરવામાં આવશે. ભાજપે વચન આપ્યું છે કે બંગાળમાં એક એવું વાતાવરણ બનાવવામાં આવશે જ્યાં મહિલાઓ નિર્ભયતાથી જીવન જીવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *