લિવ-ઇન કેસમાં નવો વળાંક

યુવતીએ યુવક પર કર્યા આક્ષેપ, ‘પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું’

Bengaluru Open Relationship Stress? Suffocated? Get Expert Advice

અમદાવાદ-વાવ થરાદ લિવ-ઇન રિલેશનશિપ કેસમાં ચોંકાવનારો નવો વળાંક સામે આવ્યો છે. અગાઉ યુવક સાથે થયેલી ક્રૂરતાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર આ કેસમાં હવે યુવતી હીનાએ યુવક કેશવ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યુવતીના જણાવ્યા મુજબ, કેશવે બળજબરીપૂર્વક મૈત્રી કરાર પર સહી કરાવી અને વારંવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા, જેના પરિણામે તે ગર્ભવતી બની છે.

વીડિયો વાયરલ થતા કેસ ચર્ચામાં

ઘટનાની વિગતો મુજબ, વાવ-થરાદના ડેડુવા ગામના કેશવ અને હીનાના વચ્ચે પ્રેમ સંબંધ હતો. હીનાની અન્યત્ર સગાઈ થઈ હોવા છતાં બંનેએ રાજસ્થાનના બિકાનેરમાં મૈત્રી કરાર કર્યા બાદ અમદાવાદના વટવા વિસ્તારમાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જોકે, ૨ એપ્રિલની રાત્રે હીનાના પરિવારજનોએ બંનેનું અપહરણ કરી કેશવ પર અત્યંત ક્રૂર હુમલો કર્યો હતો, જેના વીડિયો વાયરલ થતા કેસ ચર્ચામાં આવ્યો હતો.

ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું

હવે યુવતી હીનાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, કેશવ તેને અલગ-અલગ શહેરોમાં લઈ જઈ હોટેલોમાં દુષ્કર્મ કરતો હતો અને તેનો ફોન પણ કબજે રાખ્યો હતો. હોસ્પિટલમાં તપાસ દરમિયાન પોતે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હોવાનું પણ યુવતીએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદોને આધારે તપાસ શરૂ કરી છે. કેસના આ નવા વળાંકને કારણે વિસ્તારમાં ફરી એકવાર ચકચાર મચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *