હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી

Israel Strikes Iran Targets | Lebanon 10 Day Ceasefire

‘અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો પછી એક્શન લઇશું..’

Iran Reopens Strait Of Hormuz, U.S. Blockade Continues (Updated)

મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની હવે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની છે. ઈરાને આ જળમાર્ગથી પસાર થતા જહાજો માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીસી) ની મંજૂરી લેવી ફરજિયાત કરી દીધી છે. આ સાથે જ ઈરાને અમેરિકા સામે શરત મૂકી છે કે જો તેમના ફ્રીઝ કરવામાં આવેલા ફંડને મુક્ત કરવામાં નહીં આવે અને આર્થિક નાકાબંધી નહીં હટે, તો તેઓ આકરું વલણ અપનાવશે.

Newspaper headlines: 'Starmer in peril' and 'Gunners hero dead' - BBC News

બ્રિટિશ વડાપ્રધાન કીયર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે હોર્મુઝમાં શિપિંગની આઝાદી પુનઃસ્થાપિત કરવા માટે એક ડઝનથી વધુ દેશો સંરક્ષણ મિશનમાં જોડાવા તૈયાર છે. પેરિસમાં યોજાયેલી ૪૯ દેશોની બેઠકમાં બ્રિટન અને ફ્રાન્સે બહુરાષ્ટ્રીય સુરક્ષા મિશનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આગામી અઠવાડિયે લંડનમાં એક સૈન્ય સંમેલન યોજાશે, જેમાં આ મિશનના માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Iran says Strait of Hormuz 'completely open'; Trump thanks, says naval  blockade to continue till deal

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે આ જળમાર્ગ માત્ર કોમર્શિયલ જહાજો માટે જ ખુલ્લો રહેશે અને તે પણ ઈરાન દ્વારા નિર્ધારિત માર્ગ પરથી જ પસાર થઈ શકશે. આઇઆરજીસી એ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સૈન્ય જહાજને આ જળમાર્ગમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ઈરાન પોતાને આ વ્યૂહાત્મક માર્ગનો રક્ષક માને છે અને તેણે ચેતવણી આપી છે કે જો તેમના બંદરો પર અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે, તો તે જવાબી કાર્યવાહી કરશે.

Animation Captures Ships Passing Through Strait of Hormuz After Reopening

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના ૨૦ % કાચા તેલ અને ગેસના પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ આ માર્ગ આંશિક રીતે પ્રભાવિત થયો હતો. હવે જો અહીં ફરીથી અવરોધ ઉભો થશે, તો વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે. હાલમાં શિપિંગ એસોસિએશનો પણ દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતિત છે અને લંડનની સૈન્ય બેઠક પર સૌની નજર ટકેલી છે.

Three scenarios for unblocking the Strait of Hormuz – and keeping it open

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *