ઈરાની સેનાની ગોળીબારની ગેમ વચ્ચે ભારતની મોટી જીત

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને નાકેબંધી વચ્ચે ભારતીય ટેલ ટેન્કર દેશ ગરિમા સુરક્ષિત રીતે પાર થઈ ગયું છે. આ જહાજ પર ૩૧ ભારતીય સવાર હતા.

Strait of Hormuz: Confrontation between Indian ship and Iranian Navy - HUM  News English

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને નાકેબંધી વચ્ચે ભારતીય તેલ ટેન્કર ‘દેશ ગરિમા’ સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ જહાજ પર ૩૧  ભારતીય સભ્યો સવાર છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 18 એપ્રિલના રોજ જ્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી ત્યારે આ જહાજે પોતાનો રસ્તો કાપ્યો હતો. ‘દેશ ગરિમા’ ૨૨ એપ્રિલ સુધીમાં મુંબઈ બંદરે પહોંચે તેવી શક્યતા છે. જોકે, આ જ દિવસે અન્ય બે ભારતીય જહાજો પર હુમલો થતા તેમને પાછા ફરવું પડ્યું હતું.

Indian Ship With Indian Crew Makes Sudden U Turn in Hormuz After Attack

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, ૧૮ એપ્રિલના રોજ હોર્મુઝ જળડમરુમધ્યમાં સ્થિતિ અત્યંત સ્ફોટક હતી. ઈરાની નૌસેનાએ તે સમયે દરિયાઈ માર્ગે કડક નાકેબંધી કરી રાખી હતી અને પસાર થતા જહાજો પર નજર રાખવામાં આવી રહી હતી. આ પડકારજનક સમયમાં ‘દેશ ગરિમા’ ટેન્કરે કોઈપણ નુકસાન વિના આ માર્ગ પસાર કર્યો હતો. મંત્રાલયે પુષ્ટિ કરી છે કે જહાજ પર રહેલા તમામ 31 ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જહાજની કાર્યક્ષમતામાં કોઈ અવરોધ આવ્યો નથી. આ જહાજ હવે ૨૨ એપ્રિલના રોજ મુંબઈ પહોંચવાની તૈયારીમાં છે, જે ભારતની ઉર્જા સુરક્ષા માટે એક મહત્વની સફળતા માનવામાં આવે છે.

India Eyes Naval Escort for 36 Ships Stranded in Hormuz Amid Iran War  Tensions | Dailyhunt

‘દેશ ગરિમા’ ની આ સફળતાની સાથે જ એક ચિંતાજનક ઘટના પણ બની હતી. તે જ દિવસે ઈરાની સેનાએ અન્ય બે ભારતીય જહાજો ક્રૂડ ઓઈલ ટેન્કર ‘વીએલસીસી સન્માર હેરાલ્ડ’ અને માલવાહક જહાજ ‘જગ અર્ણવ’ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલાને કારણે બંને જહાજોને આગળ વધવાને બદલે પાછા ફારસની ખાડી તરફ વળવાની ફરજ પડી હતી. સદનસીબે, આ હુમલામાં પણ કોઈ જાનહાનિના સમાચાર નથી અને તમામ ભારતીય નાવિકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ભારતીય અધિકારીઓ આ હુમલાને લઈને ઈરાન સમક્ષ કડક વિરોધ નોંધાવી ચૂક્યા છે.

60 days of oil: Is India prepared for a prolonged Hormuz disruption?

ખાડી દેશોમાં પલટાતા સમીકરણો અને દરિયાઈ યુદ્ધ જેવી સ્થિતિને જોતા ભારત સરકાર અત્યારે હાઈ એલર્ટ પર છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની ભારતની તેલ આયાત માટે જીવનરેખા સમાન છે, તેથી ત્યાંથી પસાર થતા ભારતીય જહાજોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય દરિયાઈ સુરક્ષા અધિકારીઓ અને મંત્રાલયના પ્રતિનિધિઓ સતત સંપર્કમાં છે અને દરેક જહાજની મુવમેન્ટ પર પેની નજર રાખવામાં આવી રહી છે.

Ceasefire Sparks Hope in Lebanon, but Early Violations Raise Doubts

ભારત સરકાર અત્યારે પોતાના નાગરિકો અને વ્યાપારિક હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો પણ તેજ કરી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની અસર ભારતીય સપ્લાય ચેઈન પર ન પડે તે માટે વૈકલ્પિક આયોજન પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. ‘દેશ ગરિમા’ નું સુરક્ષિત પરત ફરવું એ ભારતીય નાવિકોની કુશળતા અને સરકારના સતત મોનિટરિંગનું પરિણામ છે. આગામી ૪૮ કલાક આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે ભારત માટે અત્યંત મહત્વનું છે.

અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ભારતની મુશ્કેલી વધવાની શક્યતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *