ચારધામ યાત્રા ૨૦૨૬ : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા

ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય 1 - image

ભારતની સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થયાત્રાઓમાંની એક એવી ચારધામ યાત્રા-૨૦૨૬નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં મંદિરના દ્વાર ખુલતાની સાથે જ લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે.

Chardham Yatra 2026 LIVE Photos Update: Badrinath Kedarnath Dham |  Yamunotri Gangotri

હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી આ યાત્રા હિમાલયની ઉંચાઈઓ પર સ્થિત ચાર મુખ્ય ધામો યમુનોત્રી, ગંગોત્રી, કેદારેશ્વર અને બદ્રીનાથ સાથે જોડાયેલી છે. માન્યતા મુજબ આ યાત્રા કરવાથી વ્યક્તિને આત્મિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંપરા અનુસાર યાત્રાની શરૂઆત યમુનોત્રીથી થાય છે અને ત્યારબાદ ગંગોત્રી, કેદારનાથ અને અંતે બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે.

Kedarnath Badrinath Yatra Guide 2026; Plan Your Trip | Char Dham Yatra

ચાર ધામ યાત્રાનું શેડ્યૂલ : કેદારનાથ ધામના કપાટ આવતીકાલે ખુલશે

  • યમુનોત્રી ધામ ૧૯ એપ્રિલથી ૧૧ નવેમ્બર સુધી ખુલ્લું રહેશે
  • ગંગોત્રી ધામ ૧૯ એપ્રિલથી ૧૦ નવેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે
  • કેદારનાથ ધામના કપાટ ૨૨ એપ્રિલના રોજ ખોલવામાં આવશે જે ૧૧ નવેમ્બર સુધી ખુલ્લા રહેશે.
  • ત્યારબાદ બદ્રીનાથ ધામ ૨૩ એપ્રિલથી ૧૩ નવેમ્બર સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.

Char Dham Yatra 2026 Registration Opens Via WhatsApp; Starts April 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *