આખા દેશમાંથી પ્રેમિકાએ કરી પ્રેમીની હત્યા જેવા અનેકો કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, તેવામાં મધ્યપ્રદેશના હરદામાંથી સંબંધને શરમાવે તેવી હત્યાકાંડની ઘટના પ્રકાશમાં આવી છે. મામી અને ભાણિયાના અનૈતિક સંબંધે એક પરિવારને ઉજાડી દીધો. પ્રેમમાં પડેલી પત્નીએ પોતાના જ પતિની હત્યાનું ષંડયત્ર રચ્યું.

મળતી માહિતી અનુસાર, મહિલા ક્ષમાબાઈને પોતાના જ ભાણિયા અજય સાથે લાંબા સમયથી પ્રેમ હતો. થોડા દિવસો અગાઉ બંને ફરાર થઈ ગયા હતા. જ્યારે તેના પતિ વિશ્રામ ગાંઠેએ આ સંબંધનો સતત વિરોધ કર્યો હતો . અગાઉ પણ આ સંબંધને કારણે ઘરમાં વિવાદ થયો હતો. પતિની રોક ટોકથી ત્રાસેલી મહિલાએ પ્રેમી સાથે મળી હત્યાનું ષંડયત્ર રચ્યું હતું.
૧૪ એપ્રિલના દિવસે વિશ્રામ ગાંઠે ખેતરમાં પાણી આપવા જઈ રહ્યા હતા. ત્યારે પત્નીએ પતિ પાછળ વોચ ગોઠવીને જાણકારી પ્રેમીને આપી હતી. આરોપી અજય અને તેના મિત્ર સચિને સાથે મળીને વિશ્રામ ગાંઠેની તેની હત્યા કરી. હત્યા બાદ અજયે પોકાની મામીને ફોન કરીને કહ્યું “કામ થઈ ગયું છે, હવે આપણા રસ્તામાં કોઈ નહીં આવે ”
આરોપીએ હત્યાને માર્ગ અકસ્માતમાં ખપાવી. પરંતુ ૧૫ એપ્રિલની સવારે મૃતકના પુત્ર કનૈયા ગાંઠેને માહિતી મળી હતી કે, તેમના પિતાનો એક્સિડન્ટ થયો છે. જો કે તે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો તો પિતાના માથા,આંખ,મોઢા પર ઇજા જોઈ મામલો શંકાસ્પદ લાગ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ૧૬ એપ્રિલના દિવસે આરોપી અજયની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. મહિલા આરોપી ક્ષમાબાઈની પણ ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ હત્યામાં અજયનો મિત્ર નિષાદ પણ આરોપી છે. આ સમગ્ર હત્યાકાંડમાં પત્ની ક્ષમાબાઈ પ્રેમી ભાણિયો અજય અને મિત્ર નિષાદ પણ સામેલ છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

