પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન

પશ્ચિમ બંગાળ પ્રથમ તબક્કાનું ૯૧ % વોટિંગ, તમિલનાડુમાં ૮૪ %.

WB & TN Elections: Voting Begins; Every Booth Recorded

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ૨૩ એપ્રિલ, ૨૦૨૬ પ્રથમ તબક્કાની ૧૫૨ બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની ૧૪૨ બેઠકો પર ૨૯ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા ૧૪૭૮ ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ ૨૩૪ બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી. 

https://www.newindianexpress.com/news_sitemap.xml

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થયેલા મતદાન અંગે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આઝાદી પછી મતદાનનો આ સૌથી ઉંચો ગ્રાફ છે. તેમણે કહ્યું, ‘આઝાદી પછી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી નોંધાઈ છે. ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરેક મતદારને સલામ કરે છે.’

Halt SIR exercise in Bengal, Mamata urges CEC - The Hindu

તગડું વોટિંગ થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ‘આ એસઈઆર ની વિરોધમાં મતદાન છે, ટીએમસી જીતી રહી છે, મને પદમાં કોઈ રસ નથી, મારે ખુરશી નથી જોઈતી બસ હું દિલ્હીમાં ભાજપ સરકારનો અંત ઈચ્છું છું’

Anti-incumbency or SIR anger? What West Bengal's record Phase 1 voter  turnout means for TMC, BJP | Mint

સત્તાવાર પોલિંગ ટ્રેન્ડ્સ (વીટીઆર) મુજબ, તમિલનાડુમાં અંદાજે ૮૪.૪૧ % જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે ૯૧.૪૬ % સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ આંકડાઓ હજુ અંદાજિત છે અને અંતિમ આંકડાઓમાં આંશિક ફેરફાર થઈ શકે છે.

Assembly Elections 2026 Live Updates | Tamil Nadu, West Bengal gear up to  vote in crucial battle

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે ૮૨.૨૪ % મતદાન થયું છે. બંગાળમાં અંદાજે ૮૯.૯૩ % મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા ૨૦૨૧ માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ ૮૧.૬૯ % મતદાન થયું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *