અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? 

Aam Aadmi Party: राघव चड्ढा ने चलाया 'झाड़ू', राज्यसभा में केजरीवाल की 'आप'  हो गयी 'साफ'! 10 में 7 सांसदों ने पार्टी छोड़ी

આમ આદમી પાર્ટી માટે રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. પક્ષના ૭ રાજ્યસભા સાંસદોએ સાથ છોડી દેતા માત્ર દિલ્હી જ નહીં, પણ પંજાબમાં પણ મોટા ઉથલપાથલની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને ૨૦૨૭ ની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક જેવા દિગ્ગજ નેતાઓનું જવું પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. આ બંને નેતાઓએ ૨૦૨૨ ની ચૂંટણીમાં ઉમેદવારોના સિલેક્શનથી લઈને સંગઠન ઊભું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પક્ષના લગભગ 50% ધારાસભ્યો માને છે કે તેમને ટિકિટ અપાવવામાં આ નેતાઓનો જ હાથ હતો. રાઘવ ચઢ્ઢાએ તો પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને એએપી ના સંસદીય દળનું ભાજપમાં વિલય કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

Punjab AAP Crisis; Raghav Chadha Sandeep Pathak BJP Joining Reason Update |  Bhagwant Mann

આ બળવાને પગલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આકરો પ્રહાર કરતા બાગી સાંસદોને ‘પંજાબના ગદ્દાર’ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ નેતાઓએ પોતાની જાન બચાવવા માટે પક્ષ છોડ્યો છે, કારણ કે તાજેતરમાં જ ઇડી દ્વારા અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભગવંત માને ભાજપ પર ‘ઓપરેશન લોટસ’ હેઠળ પક્ષપલટો કરાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, જે નેતાઓ જમીની સંઘર્ષ વગર ઉપર આવ્યા છે તેઓ સરપંચ બનવાને લાયક પણ નથી. તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે દુનિયામાં એવી કોઈ કરન્સી નથી જે ભગવંત માનને ખરીદી શકે.

Punjab AAP Rebellion Threat | Raghav Chadha-Sandeep Pathak Factor | 2027  Election

પક્ષની અંદર લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સામે આવ્યો છે. પંજાબના ઘણા ધારાસભ્યોનું માનવું છે કે હાઈકમાન્ડના અતિશય અંકુશ અને સંવાદના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. નેતાઓ અને કાર્યકરોમાં એવી નારાજગી છે કે તેમની ફરિયાદો સાંભળવા માટે કોઈ પ્લેટફોર્મ નથી. સંદીપ પાઠકને પંજાબ ઈન્ચાર્જ પદેથી હટાવ્યા બાદ વિવાદ વધુ વકર્યો હતો. હાલમાં પક્ષના ધારાસભ્યોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે કે હજુ કેટલા લોકો ભાજપના સંપર્કમાં હોઈ શકે છે. હવે એએપી નેતૃત્વ સામે પક્ષમાં ભંગાણ રોકવા અને કાર્યકરોનો વિશ્વાસ જીતવાનો મોટો પડકાર છે.

AAP Punjab Leaders Quit: 20 MPs, MLAs Exit; 1 Remains Raghav Chadha  Controversy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *