સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે પરિવાર સાથે વોટિંગ કર્યું
/indian-express-gujarati/media/media_files/2026/04/26/pm-modi-amit-shah-bhupendra-patel-votes-2026-04-26-11-53-52.jpg)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાનને લઇ રાજ્યભરમાં અનેરો ઉત્સાહનો માહોલ છે. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોથી લઇ ગામડાઓમાં પણ સવારથી મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો વોટ કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના મત અધિકારનો ઉપયોગ વોટિંગ કર્યું છે. તો દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મતદાનમાં નેતાઓ પણ સક્રિયા રીતે ભાગ લઇ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનું ગુજરાતના રાણીપ વિસ્તારની મતદાર યાદીમાં નામ છે. જો કે આ વખતે બંગાળ ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી આ વખતે મતદાન માટે ગુજરાત આવી શક્યા નથી. આથી તેમણે દિલ્હી ખાતે જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા સ્થિત મતદાન મથક પર વોટિંગ કર્યું છે. આ દરમિયાન અમિત શાહના પત્ની અને પુત્ર જય શાહે પણ મતદાન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું હતું.
![]()
આજે ૨૫ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઇવીએમ માં બંધ થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રવિવારે સવારે ૦૭:૦૦ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આજે સવારના ૦૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. રાજ્યની ૧૭ માંથી ૧૫ મનપા, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
![]()
રાજ્યના ૪ કરોડથી વધુ મતદારો ૧૦ હજાર સીટ માટે ૨૫ હજારથી વધુ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ છે. બીજી તરફ અત્યારે રાજ્યમાં મહત્તમ ગરમી ૪૪ ડીગ્રીને વટાવી ગઈ છે ત્યારે મતદાતાઓને બુથ સુધી લાવવા માટે પ્રયત્નો કરવા પડશે. રાજ્યમાં ૧૦:૦૦ વાગ્યા સુધી માત્ર ૧૦ % મતદાન થયું છે.

