રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ૨૬ એપ્રિલ અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજે રવિવાર હોવાથી અને વેકેશનનો સમય હોવાને કારણે ગેમઝોનમાં મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો મનોરંજન માટે ઉમટી પડ્યા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ અંદર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકો બહાર તરફ દોડ્યા હતા.

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં 1 - image

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે ખૂબ જ રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ગેમઝોનમાં આગ લાગતા તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

રવિવારે 600 લોકોની ભીડ વચ્ચે રાજકોટના 'ફન બ્લાસ્ટ' ગેમ ઝોનમાં આગ- fire  incident in Rajkot Fun Blast game zone amidst 600 people crowd on Sunday |  - News18 Gujarati

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *