ગુજરાતની ૧૫ મહાનગરપાલિકામાં ભાજપને પ્રચંડ બહુમત

રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત સહિત કુલ હજારો બેઠકો માટે મતદાન બાદ હવે મતગણતરી ચાલી રહી છે

Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya  Bhaskar

મહાનગરપાલિકાના લેટેસ્ટ આંકડા 

મતક્ષેત્ર કુલ બેઠક ચૂંટાયેલી બેઠક બિન હરીફ ભાજપ બિન હરીફ કોંગ્રેસ બિન હરીફ અપક્ષ બિન હરીફ અન્ય બિન હરીફ
ગાંધીધામ 52 16 1 12 1 4
મહેસાણા 52 32 5 27 5 5
અમદાવાદ 192 132 2 115 2 17
સુરેન્દ્રનગર 52 49 3 48 3 1
રાજકોટ 72 61 0 57 4
જામનગર 64 47 1 43 1 2 2
પોરબંદર 52 41 11 41 11
ભાવનગર 52 31 0 25 6
કરમસદ-આણંદ 52 35 12 27 12 7 1
નડીયાદ 52 49 3 48 3 1
વડોદરા 76 50 2 45 2 4 1
નવસારી 52 50 2 48 2 2
વાપી 52 51 1 36 1 11 4
સુરત 120 80 0 76 4
મોરબી 52 52 0 52

 

 

Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya  Bhaskar

નગરપાલિકાના લેટેસ્ટ આંકડા 

 

District
Total Seat
Elected Uncontest BJP BJP_U CONG CONG_U Independent IND_U Other OTH_U
Tapi 28 19 9 17 9 2
Surendranagar 112 57 28 49 28 8
Jamnagar 28 27 0 9 15 3
Narmada 28 11 2 11 2
Banas Kantha 116 103 13 77 13 18 7 1
Ahmadabad 96 72 24 46 24 5 13 8
Vadodara 112 91 21 64 17 23 4 4
Bharuch 132 114 6 65 6 47 2
Kheda 100 87 13 53 11 9 20 2 5
Sabar Kantha 96 69 3 62 2 6 1 1
Devbhumi Dwarka
60 55 5 28 5 21 1 5
Anand 184 157 13 94 12 30 31 1 2
Patan 80 77 3 47 3 23 7
Gir Somnath 128 87 10 67 10 20
Botad 68 51 1 47 1 4
Arvalli 60 42 18 30 18 6 3 3
Navsari 24 2 22 2 22
Chhota Udaipur 28 22 6 20 6 1 1
Surat 116 100 16 87 16 9 4
Kachchh 172 148 15 110 15 35 3
Amreli 184 174 10 128 10 34 1 11
Rajkot 44 24 20 24 20
Morbi 76 24 5 18 1 6 4
Panch Mahals 72 51 21 34 21 17
Bhavnagar 96 48 18 44 18 4
Mehsana 160 97 62 80 60 12 2 5
Dahod 36 29 7 14 6 13 1 2
Junagadh 36 35 1 32 1 3
Valsad 28 20 8 11 8 8 1
Vav-tharad 52 51 1 42 1 8 1
Gandhinagar 72 68 4 49 4 19

 

 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૦૨૬ ની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧ માં માત્ર ૩૧ મતના તફાવતે રાજકીય ગરમાવો વધી ગયો છે. સામાન્ય બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને ૧૩,૩૪૧ મત મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે ૧૩,૩૭૨ મત મેળવી માત્ર ૩૧ મતે જીત નોંધાવી છે. આ પરિણામ બાદ કોંગ્રેસે ફરીથી મતગણતરી (રિકાઉન્ટિંગ) કરવાની માગ ઉઠાવી છે. પક્ષના મતે જો પુષ્પાબેનને ૩૧ કરતા વધુ મતો મળે તો તેઓ આ બેઠક પર વિજેતા જાહેર થઈ શકે છે.

Gujarat Local Election Results; Amit Chavdas Seat | Mid Gujarat Panchayat  Results

સામાન્ય મહિલા બેઠક પર કોંગ્રેસના અમી રાવતને ૧૧,૯૨૦ મત મળ્યા છે, જ્યારે ભાજપના શ્વેતા શાહને ૧૦,૭૮૫ મત મળ્યા છે; એટલે કે અમી રાવત ૧,૦૦૦ થી વધુ મતોની સરસાઈ ધરાવે છે. કોંગ્રેસનું ગણિત એવું છે કે જો રિકાઉન્ટિંગમાં પુષ્પાબેન વાઘેલાનો વિજય થાય તો અમી રાવતની લીડ સાથે કોંગ્રેસને વોર્ડ નં. ૧ માં સીધી બે બેઠકો મળી શકે. આ સમગ્ર મામલે કોંગ્રેસે હવે હાઈકોર્ટમાં રિકાઉન્ટિંગ માટે પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

Mehsana Municipal Corporation, Municipality, District and Taluka Panchayat  Election Results

રાજપીપળા નગરપાલિકાની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. રાજપીપળા નગરપાલિકામાં કમળ છવાયું છે. ભાજપે અહીં ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપને ૨૮ માંથી ૨૫ બેઠક જીતી. જ્યારે 3 બેઠક અપક્ષના ફાળે. જ્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ. ભાજપે પાલિકાની સ્થાપના બાદ પ્રથમ વખત સૌથી મોટી જીત મેળવી. કોંગ્રેસ 0 પર સમેટાઈ, ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસની સંખ્યા 0 થઈ ગઇ હતી. 

કુલ બેઠક  – 28 

ભાજપ – 2 બિનહરીફ + 23= 25

કોંગ્રેસ -0 

આપ-0 

Saurashtra-Kutch Election Results: Panchayat, Municipality Outcome

અપક્ષ- 3

70 વર્ષમાં પહેલીવાર ખાડિયામાં ભાજપનો એક પણ ઉમેદવાર ન જીત્યો 

70 વર્ષમાં પહેલીવાર ખાડિયામાં ભાજપનો એક પણ ઉમેદવાર ન જીત્યો. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. કોંગ્રેસની પેનલ 700 વોટના અંતરથી જીતી ગઈ હતી.

કોંગ્રેસ ધ્રુવ કલાપી 6376 

કોંગ્રેસ બિરજુ ઠક્કર 6331

કોંગ્રેસ ઇલિયાસ પઠાણ 6323

કોંગ્રેસ મીનાબેન નાયક 6095

કમલમમાં પટાવાળા તરીકે કામ કરતાં રમેશ ભીલ જીત્યા

મહેસાણાના વૉર્ડ નંબર 13માંથી ભાજપ વતી ચૂંટણી લડનારા કમલમના પટાવાળા રમેશ ભીલની જીત થઈ છે.  

વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પ્રચંડ વિજય

South Gujarat local body election results

ભાજપના ગઢમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે. 24 સીટો પૈકી 20 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો લહેરાયો છે. કાર્યકરો સહિત ટેકેદારોમાં ખુશી વ્યક્ત કરી છે. વડાલી પાલિકામાં 4 સીટ પર ભાજપનો વિજય મેળવ્યો છે.

અમરેલી નગરપાલિકામાં 44 પૈકી 30 બેઠક પર ભાજપની જીત

Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya  Bhaskar

અમરેલી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ભાજપે 44 પૈકી 30 બેઠક પર જીત હાંસલ કરી છે.

• સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 23માં ભાજપની પેનલ જીતી

જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે 36માંથી 30 બેઠકો જીતીને મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીએ 5 બેઠકો સાથે ખાતું ખોલાવ્યું જ્યારે 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. ભાજપે લગભગ વૉર્ડમાં પેનલ વિજય મેળવીને વિરોધ પક્ષોનો સફાયો કર્યો

વડોદરા કોર્પોરેશન ચૂંટણી: વૉર્ડ-1માં કોંગ્રેસનો ગઢ ધરાશાયી, અપક્ષ અને ભાજપનો વિજય

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોમાં વૉર્ડ નંબર 1માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતાં ભાજપ અને અપક્ષે મેદાન માર્યું છે. 2021માં આ વૉર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી, પરંતુ આ વખતે આંતરિક મતભેદો અને ટિકિટ વહેંચણીના વિવાદને કારણે પક્ષે ત્રણ બેઠકો ગુમાવવી પડી છે. આ ચૂંટણીમાં ભાજપના કુંદનબહેન ટેલર (12,535 મત) અને ભુરસીંગ રાઠવા (10,106 મત) વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસમાંથી માત્ર પુષ્પાબહેન વાઘેલા (13,341 મત) પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે. સૌથી મોટો ઉલટફેર કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર હરીશ પટેલે સર્જ્યો છે, જેઓ અપક્ષ તરીકે લડીને 13,372 મતોની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબહેન રાવતને 11,920 મત મળવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, જે કોંગ્રેસ માટે મોટો આંચકો ગણાય છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો વિજય

BJPs Micro-Management Makes Ahmedabad Election Fortress | Gujarat Politics

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે અને ફરી એકવાર સત્તા જાળવી રાખી છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ પ્રભુત્વ સ્થાપ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. આ પરિણામોથી સમગ્ર જિલ્લામાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે.

મોરબીમાં ભાજપનું ક્લિન સ્વિપ 

મોરબી મહાનગરપાલિકામાં તમામ 52 બેઠકો પર ભાજપ જીતી ગયો છે. આ સાથે કોંગ્રેસ અને અપક્ષના ખાતામાં એક બેઠક પણ આવી શકી નહોતી. 

વડોદરાના ડભોઈ નપામાં કોંગ્રેસ તો સુરત મનપામાં ભાજપ છવાયો 

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 21માં ભાજપની પેનલ જીતી

વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી, કોંગ્રેસ 25 બેઠક ભાજપ 15 બેઠક

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 16માં ભાજપની પેનલ જીતી

કરજણમાં મિયાગામ અને કંડારી બેઠક પર ભાજપનો કબજો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 26માં ભાજપની પેનલ જીતી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 18માં ભાજપની પેનલ જીતી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 28, 30માં ભાજપની પેનલ જીતી

ઉનામાં ગાયિકા રાજલ બારોટ જીતી 

ઉના ન.પા.ની બેઠક પર ગાયિકા રાજલ બારોટની જીત

સુરતમાં અલ્પેશ કથીરિયાની પત્નીની જીત

સુરત મનપાની વૉર્ડ નં.3 બેઠક પર અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની જીત

નવસારી મનપામાં કેસરિયો

નવી મનપા બન્યા બાદ નવસારીમાં પહેલીવાર ચૂંટણીમાં આ વખતે કેસરિયો લહેરાયો છે. 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસને ફક્ત 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીનું હજું ખાતું નથી ખુલ્યું 

જોકે સુરતમાં ગત વખતની ચૂંટણીમાં સુરતમાં ચમત્કાર કરનાર આમ આદમી પાર્ટી હજી સુધી તેનું ખાતું પણ ખોલાવી શકી નથી. 

સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનું ખાતું ખુલ્યું

5 વર્ષ બાદ સુરતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. અહીં વૉર્ડ નંબર 12ની બેઠક પર અરશદ ઝરીવાલાનો વિજય થયો છે. 

વાપી મનપામાં આપ-કોંગ્રેસને ઝટકો, અપક્ષની પેનલ જીતી 

વાપીથી આપ અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં એક અપક્ષની પેનલ પણ જીતી ગઈ છે.  

વિરમગામમાં ભાજપને બહુમતી મળી

અમદાવાદ જિલ્લાની રાજકીય રીતે અત્યંત મહત્ત્વની એવી વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી લીધી છે. 36 બેઠકો ધરાવતી આ પાલિકામાં ભાજપે મેજિક ફિગર એટલે કે 19 બેઠકોનો આંકડો પાર કરી લેતાં સત્તામાં વાપસી નિશ્ચિત બની છે. વિરમગામમાં મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપની રણનીતિ સફળ રહી હતી, જેમાં 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે જ્યારે અન્ય બેઠકોની મત ગણતરી હાથ ધરાઈ, ત્યારે ભાજપે વધુ 6 બેઠકો પર વિજય મેળવીને કુલ 19 બેઠકોનો આંકડો સ્પર્શી લીધો છે.

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત 

કોંગ્રેસનું ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં સમીકરણો બદલાયા છે. અહીં ભાજપે એન્ટ્રી મારી છે. વૉર્ડ 1, 2, 4 અને 6માં તો કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ વૉર્ડ 5માં 3 ભાજપ અને 1 કોંગ્રેસી ઉમેદવાર જીત્યા હતા.

અમદાવાદના બાપુનગર વૉર્ડમાં પેનલ તૂટી 

કોંગ્રેસના બે ઉમેદવારો જીતતા બાપુનગરમાં પેનલ તૂટી હતી. 

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ

સુરતના વૉર્ડ નંબર 19ના મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. કોંગ્રેસ નેતા અસલમ સાઇકલવાલાના પુત્રની હાર બાદ ભાજપના કાર્યકરોએ “પંચર.. પંચર..”ની બૂમો પાડી હતી, જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.

ધોળકા નગરપાલિકામાં ભાજપનો કેસરિયો

અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મત ગણતરી દરમિયાન વધુ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતાં, પક્ષે કુલ 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મત ગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.

શહેરા નગરપાલિકાની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપના તમામ બેઠકોની જીત થઈ

પંચમહાલના શહેરામાં ભાજપે દબદબો બતાવતા તમામ 11 બેઠકો પર કબજો જમાવી લીધો હતો. કોંગ્રેસના હાથમાં એક પણ બેઠક આવી શકી નહોતી.  

વડોદરામાં મત ગણતરી મોડી શરૂ થતાં હોબાળો 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં વૉર્ડ નંબર એકમાં ઈવીએમ દ્વારા મત ગણતરી મોડી શરૂ થતાં ઉમેદવારો અને એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. વૉર્ડ નંબર એક, બે અને ત્રણની રૂમ નંબર 25માં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ 78 બેલેટ પેપરની ગણતરી એક કલાક સુધી ચાલતા ઉમેદવારો અને એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. સવારે 10:05 વાગ્યે ઈવીએમ આવ્યા બાદ મત ગણતરી શરૂ થઈ હતી.

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર

આપમાંથી પક્ષપલટો કરીને આવેલા પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી પર હારી ગયા છે. ભેસાણ બેઠક પર તેમની 1500 વોટથી હાર થઈ.  

ગુજરાતમાં સપાની એન્ટ્રી, ખેડાના કઠલાલ નપાના વૉર્ડ નંબર 4માં જીત 

અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી માટે એક સારા સમાચાર આવ્યા છે. ખેડાના કઠલાલ નગરપાલિકામાં વૉર્ડ નંબર 4માં તેમની પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. 

નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો કાયમ 

વાવ થરાદ નપામાં કેસરિયો, 9માંથી 7 બેઠક જીતી

મહેસાણા મનપાના વૉર્ડ 6માં ભાજપની પેનલ જીતી 

રાજકોટના વૉર્ડ 7 અને 10માં ભાજપની પેનલ જીતી 

કડી નપાના વૉર્ડ 2 અને 5માં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા 

નવસારી મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો, 50માંથી 14 પર જીત, વિપક્ષનું ખાતું હજુ નથી ખુલ્યું 

સુરતમાં મત ગણતરી કેન્દ્રની બહાર કોંગ્રેસ-ભાજપ કાર્યકરો બાખડ્યા   

શહેરા નગરપાલિકાની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપના તમામ બેઠકોની જીત થઈ

સુરતમાં ઉલટફેરની આશંકા 

સુરતમાં કોંગ્રેસ વૉર્ડ નંબર 19 પર લીડમાં છે. અહીં તેના 3 ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે એક બેઠક જ ભાજપને મળતી દેખાઈ રહી છે. 

ગાંધીનગરની મોટી ભોયણી બેઠક પર કોંગ્રેસનો કબજો 

ગાંધીનગરમાં મોટી ભોયણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબહેન ઠાકોર જીત્યા 

AAPને ઝટકો મનોજ સોરઠિયા હાર્યા 

સુરતમાં આપને મોટો ઝટકો લાગ્યો હતો. અહીં આપ ઉમેદવાર મનોજ સોરઠિયા હારી ગયા છે. 

ભુજ નપામાં AIMIMની એન્ટ્રી 

ભુજથી નપામાં AIMIM એન્ટ્રી થઈ છે. અહીં વૉર્ડ 1માં AIMIMના 3 ઉમેદવારો જીતી ગયા છે. જ્યારે અન્ય 1 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. 

ભાજપનો વિજયરથ આગળ વધ્યો, ઈટાલિયાના ગઢમાં આપ મજબૂત  

બહુચરાજી નપાના વૉર્ડ 1માં ભાજપની જીત 

નવસારી મનપાના વૉર્ડ 9માં ભાજપનો વિજય 

અમદાવાદ મનપાના જોધપુર વૉર્ડમાં ભાજપ વિજયી 

ઈટાલિયાના ગઢ સમાન વિસાવદરમાં આપનો દબદબો 

અમદાવાદના ગોતા વૉર્ડમાં ભાજપને લીડ 

કલોલ નપામાં વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપ વિજયી 

ગોંડલ નપાના વૉર્ડ નંબર 2માં ભાજપની જીત 

ધારી નપાના વૉર્ડ 1માં આપનો સપાટો. અહીં ભાજપ એક તો આપ ત્રણ બેઠક જીત્યું.  

રાજકોટમાં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી 

રાજકોટ મનપાના ઇતિહાસમાં સૌથી મોટું જંગલેશ્વર ડિમોલિશન બાદ ભાજપને નુકસાન થયું છે. અહીં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. 

મનપા-નપામાં ભાજપનો દબદબો 

આણંદમાં બોરસદ નપાના વૉર્ડ 4માં ભાજપની જીત  

પાલનપુર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

અંકલેશ્વર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

મહેસાણા નપાના વૉર્ડ 1 અને 6માં ભાજપને લીડ 

તારાપુર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

લુણાવાડા નપાના વૉર્ડ નંબર 5માં ભાજપની જીત 

વલસાડ મનપાના વૉર્ડ નંબર 1,5,9માં ભાજપની જીત 

કેશોદ નપાના વૉર્ડ 1માં ભાજપની જીત 

સુરતમાં મનપાના વૉર્ડ 14માં બે બેઠક પર આપ આગળ 

પોરબંદરમાં મનપાના વૉર્ડ નંબર 9માં ભાજપની જીત 

વડોદરા મનપાના વૉર્ડ 6માં કોંગ્રેસની પેનલને લીડ 

છોટા ઉદેપુરમાં શહેરા નપાના વૉર્ડ 2માં ભાજપની જીત 

દાંતામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ 

દાંતામાં મણગતરી કેન્દ્ર પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકાર સામે શંકા અને વ્યવસ્થા સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઉમરગામ નપાના વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી 

ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. 

રાજકોટમાં કટ્ટર હરીફાઈ 

રાજકોટમાં વૉર્ડ નંબર 16 માં કોંગ્રેસ તો વૉર્ડ નંબર 7માં ભાજપ બેલેટ પેપરની મત ગણતરીમાં આગળ હોવાની જાણકારી સામે આવી છે. 

વાપી મનપામાં વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી 

વાપીથી ભાજપ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. અહીં ભાજપની વૉર્ડ નંબર 9ની પેનલ જીતી ગઈ છે. જેમાં ભૂપેન્દ્રભાઈ, મિતલબહેન, વિપુલચંદ્ર અને મિતેષ નામના ઉમેદવારો જીત્યા છે. 

વડોદરામાં ભાજપનું ખાતું ખુલ્યું 

વડોદરાના સાવલી નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો. 

રાજકોટથી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ 

રાજકોટ મનપાના વૉર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર આગળ  

આમોદ નપાના વૉર્ડ 1માં કોંગ્રેસ વિજયી 

આમોદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીત્યા. 

ગુજરાત કૉલેજ પર વિવાદ, ભાજપના કાર્યકરો બગડ્યા 

અમદાવાદમાં ગુજરાત કૉલેજના મત ગણતરી કેન્દ્ર પર વિવાદ થયો છે. ત્યાં કોંગ્રેસના કાર્યકરો ખેસ પહેરીને આવતાં ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે પોલીસ સામે પક્ષપાત કરવાનો આરોપ પણ મૂક્યો હતો. 

મત ગણતરી શરૂ, થોડીવારમાં વલણો થશે જાહેર

મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. આંકડાઓ ટૂંક સમયમાં જાહેર થશે. 

મત ગણતરી શરૂ થતાં જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ કરવામાં આવશે. 9 વાગ્યાથી ગણતરી શરૂ થશે. 

ગુજરાતમાં ભાજપનો વિજય નક્કી, નેતૃત્વ વિહોણી કોંગ્રેસની બેઠકો વધશે 

ભાજપે 700થી વધુ બેઠકોનો તો મતદાન પહેલાં જ બિન હરીફ જીતી લીધી હતી. આજે ચૂંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી રાજકીય આકલન શરૂ કરી દીધું છે. એક તરફ ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને છે તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જોકે સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર હોવાથી કોંગ્રેસ અને આપ માટે ગુજરાતમાં સત્તામાં આવવું મુશ્કેલ દેખાય છે. 

બુકીઓના મતે ચાર મહાનગરોમાં ફરી ભગવો 

જો બુકી બજારનું માનીએ તો આજે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકામાં ફરીથી ભગવો જ લહેરાવા જઈ રહ્યો છે. જોકે એક વાત એ છે કે આ ચારેય મનપામાં ભાજપ જીતશે તો ખરું પણ તેની બેઠકોમાં નક્કીપણે ઘટાડો થવાનો છે. એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં વિપક્ષનું જોર વધશે. 

ચૂંટણી પહેલાનું ઉમેદવાર અને બેઠકોનું ગણિત પણ સમજો 

મનપા અને નપાના પરિણામ: 70 વર્ષમાં પહેલીવાર ખાડિયામાં મેજર અપસેટ, રાજપીપળાના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસના સૂપડાં સાફ 2 - image

ભાજપ સામે ગઢમાં સત્તા જાળવવાનો પડકાર 

ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સોસાયટીના રહીશોએ પ્રચાર કરવા આવેલા ભાજપના ઉમેદવારો અને સમર્થકોને કાઢી મૂક્યા હતા અને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. ભાજપ અહીં દાયકાઓથી સત્તામાં છે. ત્યારે આ વખતે એન્ટી ઈન્કમબન્સી ભાજપને નડી શકે છે. જે આપ અને કોંગ્રેસ જેવા પક્ષો માટે એક ચાન્સ બની રહેશે કે તેઓ ભાજપના સૌથી મજબૂત ગઢમાં ગાબડું પાડી શકે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *