કળીયુગ ખતમ થશે?

કલ્કિ અવતાર અંગે પુરાણોમાં ચોંકાવનારી ભવિષ્યવાણી

Kalki Avatar 10 Points: dharm news with th kalki bhagwan and some interesting facts when is lord vishnu 10th avatar કોણ છે ભગવાન કલ્કિ, ક્યારે લેશે અવતાર ? શું આ અવતાર પછી ખતમ થઇ જશે કલિયુગ, જાણો રસપ્રદ વાતો.....

હિંદુ ધર્મમાં માન્યતા છે કે જ્યારે જ્યારે ધરતી પર અધર્મ, પાપ અને અન્યાય વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અલગ-અલગ અવતાર લઈને ધર્મની સ્થાપના કરે છે. ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર કલ્કિ અવતાર માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે કલિયુગમાં જ્યારે પાપ તેની પરાકાષ્ઠાએ પહોંચશે, માનવતા ખતમ થવા લાગશે અને માણસ માણસનો દુશ્મન બની જશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ રૂપે પ્રગટ થશે.

kalki avatar predictions coming true

ધાર્મિક ગ્રંથો મુજબ કલ્કિ અવતારનો જન્મ શંભલ નામના પવિત્ર સ્થળે થશે. તેમના પિતાનું નામ વિષ્ણુયશા હોવાનું જણાવાયું છે, જે એક જ્ઞાની અને તપસ્વી બ્રાહ્મણ હશે. કલ્કિ અવતારનું સ્વરૂપ અત્યંત દિવ્ય અને તેજસ્વી ગણાય છે.

kalki avatar predictions coming true

પુરાણોમાં વર્ણન છે કે ભગવાન કલ્કિ સફેદ ઘોડા દેવદત્ત પર સવાર થઈ આવશે. તેમના હાથમાં તેજસ્વી તલવાર હશે અને તેમની ગતિ વીજળી કરતાં પણ ઝડપી હશે. તેઓ દુષ્ટ શાસકો, અધર્મી શક્તિઓ અને સમાજમાં બુરાઈ ફેલાવનારા લોકોનો નાશ કરશે.

Kalki Homam, Kalki Avatar, Kalki Mantras-Vedicfolks

માન્યતા મુજબ ભગવાન પરશુરામ કલ્કિના ગુરુ બનશે અને તેમને શસ્ત્રવિદ્યા શીખવશે. આ મહાયુદ્ધમાં હનુમાનજી, અશ્વત્થામા અને કૃપાચાર્ય જેવા ચિરંજીવી યોદ્ધાઓ પણ તેમનો સાથ આપશે.

🙏कल्कि अवतार🙏 **"Witness the Awakening of Kalki Avatar: The Divine Savior  and Destroyer of Evil! 🌟⚔️ As the final incarnation of Lord Vishnu, Kalki  emerges in this age of darkness, riding the

ધાર્મિક માન્યતા પ્રમાણે કલ્કિ અવતારનો સૌથી મોટો શત્રુ કલિ હશે, જે કલિયુગની નકારાત્મક શક્તિઓનું પ્રતિક છે. જ્યારે કલ્કિ કલિનો અંત કરશે ત્યારે ધરતી પર ફરીથી સત્ય, ધર્મ અને શાંતિ સ્થાપિત થશે.

kalki avatar predictions coming true

પુરાણોમાં જણાવાયું છે કે કલ્કિ અવતારના આગમન સાથે કલિયુગનો અંત અને સત્યયુગની શરૂઆત થશે. આ ઘટના સારા પર ખરાબની અંતિમ જીતનું પ્રતિક માનવામાં આવે છે

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *