પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર

પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થતા જ અલગ-અલગ એજન્સીઓ અને ચેનલો દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ કઇ પાર્ટીની સરકાર બની શકે છે તેનો અંદાજ આપે છે. અસલી પરિણામ ૪ મે ના રોજ જાહેર થશે

West Bengal Assembly Elections Exit Poll Results 2026

પશ્ચિમ બંગાળમાં બુધવારને ૨૯ એપ્રિલના રોજ બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થતા જ અલગ-અલગ એજન્સીઓ અને ચેનલો દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ કઇ પાર્ટીની સરકાર બની શકે છે તેનો અંદાજ આપે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. 

BJP Bengal Strategy: Shahs Moves & Exit Polls | Bengal Election 2026

પોલ્સ ઓફ પોલ મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી સત્તામાં બન્યા રહેશે. જોકે ભાજપ પણ પાછળ નથી. પોલ્સઓફ પોલ આગાહી કરે છે કે ટીએમસી ૧૪૭ બેઠકો જીતી શકે છે, જ્યારે ભાજપ ૧૩૭ બેઠકો જીતશે. કોંગ્રેસ અને ડાબેરીઓ ૨-૨ બેઠકો જીતી શકે છે.

West Bengal Exit Poll 2026: TMC vs BJP बंगाल में किसकी बनेगी सरकार? 2021  में कैसा था एग्जिट पोल, आज होगा जारी | West Bengal Exit Poll 2026 TMC VS  BJP Government

એબીપી એક્ઝિટ પોલ

એબીપીએ એક્ઝિટ પોલમાં ટીએમસીને ૧૨૫-૧૪૦ સીટો મળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જ્યારે ભાજપને ૧૪૬-૧૬૧ બેઠકો મળી શકે છે. અન્યને ૬ થી ૧૦ સીટો મળી શકે છે.

West Bengal Election 2026 | WB Assembly Elections 2026 | Bengal Chunav News  | Election Results 2026 LIVE | पश्चिम बंगाल चुनाव 2026

પીએમએઆરક્યૂએ એક્ઝિટ પોલ

પીએમએઆરક્યૂએ એક્ઝિટ પોલમાં ટીએમસીને ૧૧૮-૧૩૮ સીટો આપી છે. ભાજપને ૧૫૦-૧૭૫ સીટો અને કોંગ્રસને ૨ થી ૬ સીટો મળવાનો અંદાજ છે.

महाएग्जिट पोल: बंगाल में पहली बार खिलेगा कमल, 15 साल बाद ममता की सत्ता से  विदाई - west bengal exit poll 2026 election seat prediction vote share tmc  bjp congress ntcpkb - AajTak

પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલ

પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલે ૨૦૨૬ ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાસક તૃણમૂલ કોંગ્રેસની સરકારની આગાહી કરી છે. જેમાં તેને ૧૭૭-૧૮૭ બેઠકો મળવાની સંભાવના છે. બીજી તરફ ભાજપને ૯૫-૧૧૦ બેઠકો મળી શકે છે.

પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલ

એજન્સી ટીએમસી+ ભાજપ + કોંગ્રેસ અન્ય
ચાણક્ય ૧૩૦–૧૪૦ ૧૫૦–૧૬૦ ૦ ૬–૧૦
પીપલ્સ પલ્સ ૧૭૭–૧૮૭ ૯૫–૧૧૦ ૧–૩ ૦–૧
મેટ્રિક્સ ૧૨૫–૧૪૦ ૧૪૬–૧૬૧ ૦ ૬–૧૦
પી-માર્ક ૧૧૮–૧૩૮ ૧૫૦–૧૭૫ ૦ ૨–૬
જેવીસી ૧૩૧–૧૫૨ ૧૩૮–૧૫૯ ૦–૨ ૦

West Bengal Exit Poll Results 2026: BJP To Finally Breach TMC Bastion, Say  Most Surveys

પી મેટ્રિઝ પોલેસ્ટર એક્ઝિટ પોલ

પી મેટ્રિઝ પોલેસ્ટરે ભારતીય જનતા પાર્ટીને ૧૪૬-૧૬૧ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી ગણાવી છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ માટે ૧૨૦-૧૪૦ બેઠકો સાથે બીજા સ્થાનની આગાહી કરી છે.

પોલ ડાયરી એજન્સી એક્ઝિટ પોલ

પોલ ડાયરી એજન્સી અનુસાર ટીએમસીને ૯૯-૧૨૭ બેઠકો અને ભાજપને ૧૪૨-૧૭૧ બેઠકો મળવાનો અંદાજ છે. કોંગ્રેસ ત્રણથી પાંચ બેઠકો જીતી શકે છે. પ્રજા પોલ સર્વે એજન્સી પણ ભાજપ માટે જંગી વિજયની આગાહી કરે છે. બંગાળમાં, ભાજપ ૧૭૮-૨૦૮ બેઠકો જીતી શકે છે, જ્યારે ટીએમસીને ફક્ત ૮૫-૧૧૦ બેઠકો મળવાની ધારણા છે.

જનમત એક્ઝિટ પોલ

જનમતના એક્ઝિટ પોલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ટીએમસી આગળ છે. ટીએમસીને ૧૯૫ થી ૨૦૫ સીટો મળવાની સંભાવના છે. ભાજપને ૮૦ થી ૯૦ સીટો,  કોંગ્રેસને ૧ થી ૩, લેફ્ટને ૦ થી ૧ અને અન્યને ૩-૫ સીટો મળવાની સંભાવના છે. 

એક્ઝિટ પોલ મતદાન પછી તરત જ હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણો છે. જેમાં લોકોને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. તેના આધારે એવો અંદાજ લગાવવામાં આવે છે કે કયા રાજ્યમાં કોણ આગળ ચાલી રહ્યું છે.

એક્ઝિટ પોલ માત્ર અંદાજ છે

એક્ઝિટ પોલ માત્ર અંદાજ છે, અસલી પરિણામો નથી. ક્યારેક આ એક્ઝિટ પોલ સાચા નીકળે છે અને ક્યારેક ખોટા પણ નીકળે છે. આથી ૪ મેના રોજ મતગણતરીના દિવસે જ અંતિમ અને અસલી પરિણામ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી પ્રારંભિક ચિત્ર આપે છે, પરંતુ અસલી નિર્ણય મતગણતરી પછી જ બહાર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *