રાત્રિના શાંત સમયે આવેલા આ આંચકાએ ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને એકદમ ચોંકાવી દીધા. સમય લગભગ સવારે ૦૩:૫૪ વાગ્યાનો હતો, જ્યારે લોકોએ ધરતીકંપહોવાનો અનુભવ કર્યો.
ગુરુવારે વહેલી સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં અચાનક ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભય ફેલાયો હતો. રાત્રિના શાંત સમયે આવેલા આ આંચકાએ ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને એકદમ ચોંકાવી દીધા. સમય લગભગ સવારે ૦૩:૫૪ વાગ્યાનો હતો, જ્યારે લોકોએ ધરતીકંપ હોવાનો અનુભવ કર્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરના આંચકા ગણાય છે.

ખાસ વાત એ છે કે આ ભૂકંપ જમીનથી આશરે ૧૫૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો, જેના કારણે તેની અસર સપાટી પર ઓછી પ્રમાણમાં જોવા મળી. આચાનક આવેલા આંચકાથી લોકો ગભરાઈ ગયા અને સુરક્ષાની દ્રષ્ટિએ તરત જ પોતાના ઘરની બહાર નીકળી ગયા. અનેક વિસ્તારોમાં લોકો એકબીજાને જગાડતા અને સલામત સ્થળે જવા દોડતા નજરે પડ્યા.

આ સાથે ઘરની અંદર રાખેલી વસ્તુઓ અને પંખા ધ્રુજતા જોવા મળતા લોકોમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. રાહતની બાબત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક તંત્ર અને નિષ્ણાતો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને શાંતિ જાળવવા તેમજ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
