ઇરાની રાજદૂતની સ્પષ્ટ વાત

ભારત માટે હોર્મુઝની ખાડી ખુલ્લી હતી, ખુલ્લી છે અને ખુલ્લી જ રહેશે…

Strait of Hormuz Dual Blockade: Iran, US & Indias Oil Tanker Dilemma

ઇરાને ભારતે હોર્મુઝ બંધ હોવા છતાં પણ માર્ચની તુલનાએ એપ્રિલમાં મધ્યપૂર્વના દેશોમાંથી નોંધપાત્ર આયાત કરી છે. કોમોડિટી ફર્મ કેપ્લર મુજબ ભારતની રશિયન ઓઇલની આયાત માર્ચની તુલનાએ એપ્રિલમાં ૨૧ % ઘટી ગઈ હતી. ભારતે માર્ચમાં પ્રતિ દિન  ૧૯.૮ લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. તેની સામે એપ્રિલમાં ૧૫.૬ લાખ બેેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે. 

Iran War: India Oil Reserves & Hormuz Backup Options

અહીં નોંધવાલાયક વાત એ છે કો હોર્મુઝની ઘેરાબંધી છતાં પણ ભારતે એપ્રિલમા પ્રતિ દિન ૪૩ લાખ બેરલની ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે માર્ચના ૪૪ લાખ બેરલની તુલનાએ થોડો ઘટાડો દર્શાવે છે. ભારતે આ દરમિયાન મધ્યપૂર્વના દેશો પાસેથી ફરીથી ઓઇલ ખરીદવાનુ શરૂ કર્યુ છે. 

Saudi pipeline pumping 7 million bpd of oil, bypassing Hormuz, Bloomberg  News reports - The Economic Times

સાઉદી અરેબિયાએ હોર્મુઝની નાકાબંધી છતાં એપ્રિલમાં ભારતને પ્રતિ દિન ૭.૦૪ લાખ બેરલ ઓઇલ મોકલ્યું, જે ૨૧ % નો વધારો દર્શાવે છે. જ્યારે યુએઈએ ૫.૯૧ લાખ બેરલ ઓઇલ પહોંચાડયુ હતુ, જે સીધો ૧૯૧ % નો વધારો દર્શાવે છે. આ ઓઇલ સાઉદી અરેબિયાના યાનબૂ અને યુએઈની પાઇપલાઇનથી મોકલવામાં આવી છે. આ સિવાય ભારતે વેનેઝુએલાથી પ્રતિ દિન લગભગ ત્રણ લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી. ભારતે આ ઉપરાંત વેનેઝુએલા, નાઇજીરિયા, ઇરાનથી પણ ઓઇલની આયાત વધારી છે. 

Saudi Oil Pipeline Hits 7 Million BPD Full Capacity Amid Hormuz Closure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *