ગુજરાતના મુખ્ય જળાશયોમાં વર્તમાન સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૫૯ % થી વધુ

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

રાજયના 7 જળાશયો ભયજનક સ્થિતિએ પહોંચ્યા, જાણો રાજ્યના ક્યાં જળાશયમાં કેટલું પાણી  સંગ્રહ થયેલું છે?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ % થી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. ૦૩ મે ૨૦૨૬ ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૫૯.૭૫ % એટલે કે ૫.૩૨ લાખ મિલિયન ક્યુબિક ફીટ-એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૯.૦૪ % જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧૨.૧૮ % વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ ૭૨.૩૩ % થી વધુ એટલે કે ૨.૪૧ લાખ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં ૫૯.૫૨ % એટલે કે, ૪૯,૩૩૮ એમસીએફટી પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૪.૧૩ %, ઉત્તર ગુજરાતમાં ૪૯.૧૧ % પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૪૩.૪૫ % અને કચ્છ વિસ્તારમાં ૩૭.૧૨ % પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૫.૩૨ લાખ એમસીએફટી એટલે કે ૫૯.૭૫ % પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ગુજરાતમાં નહીં પડે પાણીની તંગી, 30 જળાશયો 100 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 58  ટકા પાણીનો જથ્થો | in Gujarat 30 reservoirs are 100 percent full 58 percent  of water in Narmada Dam - Gujarat ...

જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. ૩ મે, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૩૨.૩૫ %, મધ્ય ગુજરાતમાં ૪૯.૦૯ %, દક્ષિણ ગુજરાતમાં ૫૧.૦૫ %, સૌરાષ્ટ્રમાં ૩૨.૪૫ % અને કચ્છ વિસ્તારમાં ૩૩.૬૧ % પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૦૨ લાખ એમસીએફટી થી વધુ એટલે કે ૬૦.૧૫ % પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 4.52 લાખ એમસીએફટી એટલે કે ૫૦.૭૧ % પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

5afcdd0319d1cb84fdcb2b3b84c9fac00fff95b593e3099a489fa2ccac0add22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *