બંગાળમાં દીદીનું પતન

ગુજરાતના આ ગામની જેમ કોમ્યુનિટી લિવિંગનો કોન્સેપ્ટ આજે ખૂબ જરૂરી

પશ્ચિમ બંગાળ ચૂંટણી ૨૦૨૬: સુવેન્દુ અધિકારીની રાજકીય સફર અને મમતા બેનર્જીના પતનનું કારણ. નંદીગ્રામથી શરૂ થયેલો જંગ કેવી રીતે સત્તા પલટા સુધી પહોંચ્યો?

Suvendu Adhikari: How TMC's ex poster boy inflicted the deadliest blow to  Mamata Banerjee in 2026 Assembly polls - The Economic Times

“હું આ માટીનો પુત્ર છું અને આજે બંગાળને એવા લોકોના હાથમાંથી છોડાવવા આવ્યો છું જેઓ તેને પોતાની જાગીર સમજે છે…” સુવેન્દુ અધિકારીના આ શબ્દો મમતા દીદી માટે માત્ર રાજકીય નિવેદન નહોતા, પણ ખુલ્લું એલાનેજંગ હતું. પરંતુ સત્તાના મદમાં અલમસ્ત દીદી આ શબ્દોની પાછળ રહેલા જનઆક્રોશને પારખી ન શક્યા, જે આખરે તેમના પતનનું કારણ બન્યા.

BJP candidates list West Bengal election 2026 | Suvendu Adhikari to contest  from Bhowanipore against chief minister Mamata Banerjee - Telegraph India

પશ્ચિમ બંગાળનો રાજકીય ઈતિહાસ કોઈ બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મ કરતાં પણ વધુ રોમાંચક છે. વર્ષોથી સત્તા ભોગવી રહેલી ડાબેરી સરકારને ઉખેડી ફેંકવામાં સુવેન્દુ અધિકારી મમતા દીદી માટે મજબૂત ‘ઢાલ’ બન્યા હતા. ૨૦૦૭નું નંદીગ્રામ આંદોલન હોય કે ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ કમિટીની લડત, સુવેન્દુએ પોતાની રાજકીય કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી. સરકારી દમન અને પોલીસ ગોળીબાર વખતે તેઓ જનતા અને દીદીની વચ્ચે અડીખમ ઉભા રહ્યા હતા. છેવટે પરસેવો રંગ લાવ્યો અને ૨૦૧૧ માં ટીએમસી સત્તાના સિંહાસન સુધી પહોંચી.

West Bengal: Suvendu Adhikari emerges as BJP's giant killer in Bengal |  India News

પરંતુ સત્તાનો કેફ માણસને આંધળો બનાવી દે છે. ૨૦૧૯ પછી બંગાળના શાસનમાં ‘સગપણનું વળગણ’ જોવા મળ્યું. ભત્રીજા અભિષેક બેનર્જીનું કદ વધવા લાગ્યું અને તેમને ઉત્તરાધિકારી તરીકે સ્થાપિત કરવાની લ્હાયમાં સુવેન્દુ અધિકારી જેવા પાયાના નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાયા. જે ઢાલ દીદીનું રક્ષણ કરતી હતી, એ જ હવે તૂટવા લાગી હતી.

Suvendu Adhikari's win in Bhabanipur key to uprooting TMC from Bengal: Amit  Shah | Kolkata

૨૦૨૦ માં અમિત શાહની રેલી વખતે જ્યારે સુવેન્દુએ કેસરીયો ધારણ કર્યો, ત્યારે તેમણે મમતાને તેમની કમીનો અહેસાસ કરાવી દીધો. ‘દાદા’ (સુવેન્દુ) વિરુદ્ધ ‘ખોકા’ (અભિષેક) નો જંગ હવે શેરીઓ સુધી પહોંચી ગયો હતો. ૨૦૨૧ માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને ૧૯૫૬ મતોથી હરાવીને સુવેન્દુએ સાબિત કર્યું કે તેઓ માત્ર સેનાપતિ નથી, પણ ‘જાયન્ટ કિલર’ પણ છે.

West Bengal: Sandeshkhali And The Stark Irony Of Mamata Banerjee's 'Ma,  Maati, Manush' Plank

માત્ર સુવેન્દુ જ નહીં, પણ સંદેશખાલી જેવી હૃદયદ્રાવક ઘટનાઓએ મમતાની મહિલા વોટબેંકમાં મોટું ગાબડું પાડ્યું. જે મહિલાઓ દીદીની રક્ષક હતી, તેમણે જ સુરક્ષા અને ભ્રષ્ટાચારના મુદ્દે પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો.

Suvendu Adhikari - ক্যারিশমার নাম শুভেন্দু! ছেলেবেলায় রামকৃষ্ণ মিশনে  যেতেন, পরে ছাত্র পরিষদ, আজ CM হওয়ার দৌড়ে - Suvendu Adhikari Students  Politics to CM Face Check His ...

નંદીગ્રામના રસ્તાઓ પર જે ઢાલ દીદીનું રક્ષણ કરતી હતી, એ જ ઢાલ પાંચ વર્ષના અપમાનના તાપમાં તપીને તીક્ષ્ણ તલવાર બની ગઈ. ૨૦૨૬ માં આ તલવારે દીદીના ગઢમાં એવું ગાબડું પાડ્યું કે જેનો ઇતિહાસ સાક્ષી રહેશે. સુવેન્દુ અધિકારીએ સાબિત કર્યું કે જો સંગઠન શક્તિ અને આક્રમક વ્યૂહરચના હોય, તો ગમે તેવા અભેદ્ય કિલ્લા પણ જીતી શકાય છે.

West Bengal Results: Suvendu Adhikari Takes Lead Over Mamata In Nandigram  As Per Early Trends

સુવેન્દુ અધિકારી: રાજકીય સફર અને ઉદય

સુવેન્દુ અધિકારીનો ઉદય બંગાળના ગ્રાઉન્ડ લેવલના રાજકારણમાંથી થયો છે. તેમનો પ્રભાવ ખાસ કરીને જંગલમહાલ અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓમાં અત્યંત મજબૂત રહ્યો છે.

Suvendu Adhikari | BJP leadership keeps mum on Suvendu Adhikari's absence  in party's crucial marathon meet, Buzz regarding reason dgtl - Anandabazar

જમીન સાથે જોડાયેલા નેતા: તેઓ માત્ર એસી કેબિનમાં બેસનારા નેતા નથી, પણ મેદાનમાં ઉતરીને સંગઠન ઊભું કરવામાં માહિર છે.

નંદીગ્રામના હીરો: ૨૦૦૭ ના નંદીગ્રામ આંદોલનમાં સુવેન્દુ અધિકારી મમતા બેનર્જીના મુખ્ય સેનાપતિ હતા. જમીન સંપાદન સામેના આ આંદોલને જ ૩૪ વર્ષના ડાબેરી શાસનનો અંત આણવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આંદોલનથી સત્તા સુધી: ૨૦૧૧ માં ટીએમસી સત્તા પર આવ્યા બાદ તેઓ કેબિનેટ મંત્રી બન્યા અને પરિવહન તથા જળ સંસાધન જેવા મહત્વના વિભાગો સંભાળ્યા હતા.

મમતા બેનર્જી સાથે વિશ્વાસથી વિવાદ સુધી

West Bengal election: The 'sun sets' for Mamata Banerjee | Kolkata News -  The Times of India

સુવેન્દુ અધિકારી અને મમતા બેનર્જીના સંબંધોમાં તિરાડ પડવાનું મુખ્ય કારણ ‘સગપણનું વળગણ’ અને ‘વર્ચસ્વની લડાઈ’ મનાય છે.

Bulldozers will run in Bengal like UP: Suvendu Adhikari - India Today

  • અભિષેક બેનર્જીનો ઉદય: એવું માનવામાં આવે છે કે મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને પક્ષમાં બીજા ક્રમના નેતા તરીકે સ્થાપિત કરવાનું શરૂ કર્યું ત્યારે સુવેન્દુ અધિકારી નારાજ થયા હતા.
  • અવગણના: સુવેન્દુને લાગ્યું કે પક્ષમાં તેમની મહેનત અને કદને અવગણીને પરિવારવાદને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
  • ભાજપમાં જોડાયા: ૨૦૨૦ માં તેમણે તમામ પદો પરથી રાજીનામું આપી દીધું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો કેસરીયો ધારણ કર્યો.

સૌથી મોટો વિવાદ: નંદીગ્રામનો મહાસંગ્રામ

૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને સીધો પડકાર ફેંક્યો હતો. આ મુકાબલો ભારતીય રાજકારણનો સૌથી હાઈ-પ્રોફાઈલ જંગ બની ગયો હતો.

Is BJP's Suvendu Adhikari planning to take on Mamata in her Kolkata  bastion? - West Bengal News | India Today

જાયન્ટ કિલર: સુવેન્દુએ પોતાની જૂની નેતા મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક પર હરાવીને ‘જાયન્ટ કિલર’નું બિરુદ મેળવ્યું.

હારનો પડકાર: મમતા બેનર્જીએ આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી, જેણે બંને વચ્ચેના સંબંધોને કાયમ માટે કડવાશમાં ફેરવી નાખ્યા.

Suvendu Adhikari: 'এক উন্নত ও নিরাপদ পশ্চিমবঙ্গ' অঙ্গীকার শুভেন্দুর | Suvendu  Adhikari Post Something After Win | India Hood |

ડાબેરી અને દીદીના શાસનને ઉખેડી ફેંકનાર સેનાપતિ સુવેન્દુ હવે નાયકના રોલમાં આવ્યા છે. બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી પદ માટે તેઓ મોટા દાવેદાર છે. હવે જોવાનું એ છે કે તે બંગાળને કેટલું સુરક્ષિત રાખવામાં સફળ થાય છે. 

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *