કોંગ્રેસે બંગાળની ૫૦ બેઠકો પર ફરીથી ચૂંટણીની માંગ કરી

કોંગ્રેસના નેતા પવન ખેડાએ બુધવારે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળ અને આસામમાં મોટાપાયે ચૂંટણીમાં હેરાફેરી કરવામાં આવી છે.

Congress leader Pawan Khera accuses BJP following election defeat says mud  of vote Chori is being spread । 'देश में 'वोट चोरी' का कीचड़ फैलाया जा  रहा', चुनाव में हार के बाद

કોંગ્રેસના નેતા પવન ખેડાએ બુધવારે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળ અને આસામમાં મોટાપાયે ચૂંટણીમાં હેરાફેરી કરવામાં આવી છે. તેમણે કહ્યું, “આ વખતે લોકતંત્રનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો છે.”

કોંગ્રેસે પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો પર પ્રશ્ન ઉઠાવી ૫૦ વિધાનસભા બેઠકો પર ફરીથી મતદાનની માંગ કરી છે. પાર્ટીનો દાવો છે કે આ બેઠકો પર જીતનો માર્જિન એ વોટોથી ઓછુ છે, જેને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયા છે.

સમાચાર એજન્સી અનુસાર કોંગ્રેસના નેતા પવન ખેડાએ બુધવારે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા, પશ્ચિમ બંગાળ અને આસામમાં વ્યાપક ચૂંટણી હેરાફેરીનો આરોપ લગાવ્યો. તેમણે માંગ કરી કે પહેલા મતદારોના અધિકારો પુનઃસ્થાપિત કરવામાં આવે અને પછી પ્રભાવિત બેઠકો પર ફરીથી ચૂંટણીઓ કરવામાં આવે.

ખેડાએ આરોપ લગાવ્યો કે મતદાર યાદીઓ સાથે જાણીજોઇને છેડછાડ કરવામાં આવી રહી છે અને લોકશાહી સંસ્થાઓને નબળી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું, “આ વખતે લોકશાહીનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો છે.”

કોંગ્રેસનો દાવો છે કે ૧૨ રાજ્યોમાં મતદાર યાદીમાંથી આશરે ૭.૨ કરોડ મતદારોના નામ હટાવવામાં આવ્યા હતા, જે દેશના કુલ મતદારોના આશરે ૧૦.૨ % છે. ખેડાના મતે પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન ૯૦ લાખથી વધુ મતદારોના નામ હટાવાયા હતા, જેમાંથી ૨૭ લાખ લોકોને ન્યાયી પ્રક્રિયા પણ આપવામાં આવી ન હતી.

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ઓછામાં ઓછી ૫૦ બેઠકો પર દૂર કરાયેલા મતદારોની સંખ્યા વિજયના માર્જિન કરતાં વધી ગઈ હતી, જેના કારણે ચૂંટણી પરિણામો “પૂર્વનિર્ધારિત” બન્યા હતા. પાર્ટીએ આ પરિણામોને “નિર્મિત જનાદેશ” ગણાવ્યા હતા.

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને સ્વતઃ સંજ્ઞાન લેવા અને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. ખેડાએ કહ્યું કે જે મતદારોના અધિકારો છીનવાઈ ગયા છે તેમને તેમનો મતદાનનો અધિકાર પાછો આપવો જોઈએ અને સંબંધિત બેઠકો પર ફરીથી મતદાન કરાવવું જોઈએ. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે હંમેશા લોકશાહી અને બંધારણનું રક્ષણ કર્યું છે અને આ વખતે પણ ન્યાયની આશા છે.

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાથે INDIA ગઠબંધન આ મુદ્દા પર એકજુટ છે. પાર્ટીએ તેને લોકતાંત્રિક સંકટ ગણાવી અને કહ્યું કે તે ફક્ત રાજ્યનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *