૮ માં પગારપંચ પર મોંઘવારી ભથ્થાને લઇ મોટો નિર્ણય

Govt Employees Salary & Pension: 8th Pay Commission, DA Hike Updates

કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

Govt Unions Meet 8th Pay Commission | Salary Revision Agenda 2026

કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમની નજર મોંઘવારી ભથ્થા (ડીએ) પર પણ છે. આઠમા પગાર પંચના દોરમાં સરકાર બીજી વખત ડીએ જાહેર કરશે. ગયા વર્ષે સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી.

Central Government Pay Hike Incoming! Full Breakdown of 8th Pay Commission  Salary

૧૮ એપ્રિલ કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૬ ના પહેલા છ મહિના માટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) માં ૨ % વધારો કર્યો હતો. આ વધારા સાથે કુલ ડીએ હવે ૬૦ % પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ હવે વર્ષના બીજા છ મહિના માટે મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે. આઠમા પગાર પંચના સમય દરમિયાન સરકાર ડીએ પર નિર્ણય લેશે તેવી આ બીજી વાર હશે. ચાલો સમજીએ કે વર્ષના બીજા છ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં કેટલો વધારો મળી શકે છે.

વર્તમાન પેટર્નના આધારે આગામી મોંઘવારી ભથ્થામાં વધારો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેર થવાની ધારણા છે. આ વખતે નવરાત્રિ ઓક્ટોબરમાં આવે છે. તેથી એવી ધારણા છે કે સરકાર ઓક્ટોબરના મધ્યમાં અથવા ૨૦ ઓક્ટોબર પછી તેની જાહેરાત કરી શકે છે.

8th Pay Commission Latest Update: CEA Rules 2026 Explained Monthly Benefits  Eligibility & Claim Process Simplified | Dailyhunt

વર્તમાન ફુગાવાનો ટ્રેન્ડ જુલાઈ ૨૦૨૬ સુધી ચાલુ રહેશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થામાં ૨ થી ૩ % નો વધારો આપી શકે છે. આ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ પર આધારિત પ્રારંભિક અંદાજ પર આધારિત છે. ડીએ ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ૧૨ મહિનાના સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે.

When will the 8th Pay Commission submit its report? - 8th CPC  Implementation date: When will central government employees, pensioners get  arrears?

તમનને જણાવી દઇએ કે, ૧૮ એપ્રિલના કેન્દ્ર સરકારે ડીએ અને મોંઘવારી રાહત (ડીઆર) ને 58% ના વર્તમાન દરથી વધારીને મૂળ પગારના 2 ટકા કરી દીધી, જેનાથી આશરે ૫૦.૪૬ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને ૬૮.૨૭ લાખ પેન્શનરોને ફાયદો થયો. આનાથી ભારત સરકારને કુલ ₹ ૬૭૯૧ કરોડનો ખર્ચ થશે.

8th Pay Commission Update: Centre Sets 18-Month Timeline For Salary And  Pension Review, Final Costs Still Unknown | Dailyhunt

આ બીજી વખત હશે જ્યારે સરકાર ૮ મા પગારના સમય દરમિયાન ડીએની જાહેરાત કરશે. ગયા વર્ષે સરકારે ૮ મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. આ પગાર પંચે ૧૮ મહિનાની અંદર સરકારને તેની ભલામણો સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ સરકારે ભલામણોનો અમલ કેવી રીતે કરવો તે નક્કી કરવાનું રહેશે. એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી લાગુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *