પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાઈ ગયો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ આજે (નવમી મે) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો.

શુભેન્દુ અધિકારીએ પ.બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચી દીધો છે. પીએમ મોદી અને ૨૦ થી વધુ સીએમની હાજરીમાં ભાજપે અહીં પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજ્યપાલે તેમને સીએમ પદના શપથ અપાવ્યા હતા.

શપથ લેનારા ૫ મંત્રીઓ

દિલીપ ઘોષ
અગ્નિમિત્રા પોલ
નિશીથ પ્રમાણિક
અશોક કીર્તિનિયા
ખુદીરામ ટૂડું
![]()
શુભેન્દુ અધિકારીના શપથગ્રહણ સમારોહ માટે હાજર પીએમ મોદીએ બંગાળ ભાજપના સૌથી જૂના કાર્યકર માખણલાલ સરકારને સન્માનિત કર્યા હતા. પીએમ મોદી તેમને ગળે ભેટ્યા અને પછી ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા.

એનડીએ શાસિત ૨૦ જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં ભાગ લેવા માટે કોલકાતા પહોંચી ગયા છે. આ એક પ્રકારે ભાજપનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે.
![]()
આજે શુભેન્દુ અધિકારીની સાથે સાથે ભાજપના નવા ચુંટાયેલા મહિલા નેતા અગ્નિમિત્રા પોલ, સિલિગુડીથી ચૂંટાયેલા નેતા શંકર ઘોષ પણ શપથ લીધા હતા .
