અમેરિકા-ચીનની બેઠકમાં જિનપિંગની ટ્રમ્પને ચેતવણી

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે છે. તેમણે આજે ગુરુવારે ચીની રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્યારબાદ જિનપિંગે ટ્રમ્પના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં શી જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકા મહાન રાષ્ટ્રો છે. ચીનનું પુનરુત્થાન હાંસલ કરવું અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું સાથે-સાથે ચાલી શકે છે. બંને દેશોએ પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર બનવું જોઈએ. 

China's Diplomatic Signal: Han Zheng Greets Trump

ટ્રમ્પે પોતાના ભાષણમાં શી જિનપિંગને પોતાના મિત્ર કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો અમેરિકાની સ્થાપનાના સમયથી જ ચાલ્યા આવે છે. બંને નેતાઓ વચ્ચે ગુરુવારે આ બીજી મુલાકાત હતી. ભોજન સમારંભ પહેલા પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. શુક્રવારે પણ બંને નેતાઓ વચ્ચે સામસામે બેઠક યોજાશે.

People | Donald Trump News, Features and Galleries | Page 6 | The Age

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ચીન સાથેના સંબંધો દેશની સ્થાપનાના સમયથી જ જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે ૧૭૮૪ માં અમેરિકાના પ્રથમ કોન્સુલ સેમ્યુઅલ શો ચીન પહોંચ્યા હતા, જ્યારે પ્રથમ અમેરિકન વેપારી જહાજ અહીં આવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે ત્યારથી લઈને આજ સુધી આ સંબંધો વધુ મજબૂત બન્યા છે અને તે વૈશ્વિક ઇતિહાસના સૌથી પ્રભાવશાળી સંબંધોમાંના એક બની ગયા છે.

Xi Warns Trump: Taiwan Mishandling Risks U.S.-China Collision

બીજિંગમાં થયેલી બેઠકોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકન અને ચીની પ્રતિનિધિમંડળ વચ્ચેની વાતચીત અત્યંત સકારાત્મક અને ઉત્પાદક રહી. તેમણે કહ્યું, ‘આજે અમારી ચર્ચાઓ ખૂબ જ ઉપયોગી અને સારા વાતાવરણમાં થઈ. આ બંને દેશોના હિતમાં છે અને ભવિષ્યમાં પણ આવો સંવાદ ચાલુ રહેવો જોઈએ.’ ટ્રમ્પે આગળ કહ્યું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગને મજબૂત કરવાની એક મહત્વપૂર્ણ તક છે.

Xi, Trump Aim to Overcome Thucydides Trap in Talks

બેજિંગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. જિનપિંગે તાઇવાન મુદ્દે અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ બેઠક બાદ પત્રકારોએ ટ્રમ્પને તાઈવાન મુદ્દે સવાલ પૂછ્યા હતા, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, આ વાતચીત (બેઠક) ખૂબ સારી રહી છે.  નોંધનીય છે કે, ચીન તાઇવાનને આઝાદ દેશ માનવા તૈયાર નથી. બીજી તરફ, અમેરિકા સત્તાવાર રીતે તાઇવાનને માન્યતા નથી આપતું પણ તેને હથિયારો પૂરા પાડે છે.

Pulling Out His Phone for a '360-Degree Selfie' and Giving a Thumbs Up at  the Ceiling... "China Is Fascinating" [US-China Summit] - The Asia Business  Daily

એક ચીની અધિકારીના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ એ વાત પર સહમત થયા કે વિશ્વની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવું  જરૂરી છે. ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધને કારણે આ દરિયાઈ માર્ગ લાંબા સમયથી બંધ છે. શી જિનપિંગે આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારના ટેક્સ કે ટોલ લગાવવાનો વિરોધ કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, શી જિનપિંગે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવામાં રસ દાખવ્યો છે. ચીન ઈચ્છે છે કે ભવિષ્યમાં ખાડી દેશોના તેલ પર તેની નિર્ભરતા ઓછી થઈ જાય. બેઠકમાં નશીલી દવાઓ (ફેન્ટાનીલ) બનાવતા રસાયણોનો પુરવઠો અટકાવવા અંગે પણ વાત થઈ હતી. આ ઉપરાંત, બંને નેતાઓએ અમેરિકા પાસેથી કૃષિ ઉત્પાદનોની ખરીદી વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. 

Trump greets Chinas Xi Jinping at the White House : r/gifs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *