અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની એક ઝલક દુનિયા સમક્ષ મૂકી છે. નવી દિલ્હીમાં આવેલી રેલવે મંત્રાલયની બિલ્ડિંગના ગેટ નંબર ૪ પર આ હાઈ-સ્પીડ ટ્રેન સેટનો એક ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ ડિસ્પ્લેમાં ટ્રેનની અત્યંત આધુનિક એરોડાયનેમિક ડિઝાઇન સ્પષ્ટપણે જોઈ શકાય છે. 

First look of India's inaugural bullet train unveiled, Railways share  picture | India News

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર કુલ ૫૦૮ કિલોમીટર લાંબો છે. જે સત્તાવાર રીતે ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.અત્યારે ટ્રેન કે બસમાં જે મુસાફરી માટે કલાકોના કલાકો બગાડવા પડે છે, તે અંતર બુલેટ ટ્રેન માત્ર આશરે ૨ કલાકમાં કાપી નાખશે. 

First look: Indian Railways reveals proposed bullet train design

મુંબઈ (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ), થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ / નડિયાદ, અમદાવાદ, સાબરમતી. 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ હાલમાં જ મુંબઈના પૂર્વીય ઉપનગર વિક્રોલી ખાતે ટનલ બનાવવા માટે દેશનું પહેલું ટનલ બોરિંગ મશીન ‘કટરહેડ’ જમીનની અંદર ઉતારી દેવામાં આવ્યું છે. ૧૩.૬ મીટર વ્યાસ ધરાવતું આ વિશાળ કટરહેડ આશરે ૩૫૦ ટન વજન ધરાવે છે. મુંબઈમાં કુલ ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે જેમાં થાણે ક્રિકની નીચે ૭ કિલોમીટર લાંબી દેશની પહેલી અંડરસી ટનલ ( સમુદ્રની અંદર ) બનાવવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૭ માં અમદાવાદના સાબરમતી ખાતે મેગા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટનું કામ ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાયર ડક્ટ ઇન્સ્ટોલેશન અને ગર્ડર પ્લેસમેન્ટ જેવા મોટા કામો પૂર્ણ થઈ ગયા છે. અત્યારે ટ્રેક બિછાવવાનું અને ઇલેક્ટ્રિકલ વાયરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *