ટ્રમ્પે પીએમ મોદીના કર્યા ભરપૂર વખાણ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીમાં યોજાયેલી અમેરિકી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લાઈવ વીડિયો કોલ પર આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીને ખૂબ પસંદ કરે છે, મોદી તેમના મિત્ર છે અને ભારત તેમના પર ૧૦૦ % ભરોસો રાખી શકે છે.

US Prez Trump: Modi Knows Where to Call | America Stands by India

અમેરિકાના સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં અમેરિકાના નવા રાજદૂત સેર્જિયો ગોર હાજર હતા, જેઓ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાય છે. તેમણે આ ઉજવણી દરમિયાન એક મોટું સરપ્રાઈઝ આપતાં સીધો ડોનાલ્ડ ટ્રમ્પને લાઈવ કોલ જોડી આપ્યો હતો, જેથી દિલ્હીમાં હાજર તમામ લોકો સીધા ટ્રમ્પ સાથે વાતચીત કરી રહ્યા હતા.

I love the Prime Minister Modi, he is my friend': Trump says in virtual  address at Delhi event

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સૌથી પહેલા પીએમ મોદી વિશે વાત કરતા કહ્યું કે, ‘હું વડાપ્રધાનને ખૂબ પસંદ કરું છું. મોદી ખૂબ સારા છે, તેઓ મારા મિત્ર છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધો પહેલા ક્યારેય આટલા સારા નહોતા જેટલા અત્યારે છે.

India can count on me, says Trump - The HinduBusinessLine

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને પૂરો ભરોસો આપતાં કહ્યું કે, જો ભારતને ક્યારેય પણ કોઈ મદદની જરૂર હોય તો તેઓ જાણે છે કે કોને બોલાવવાનું છે અને તેનો જવાબ છે, અમેરિકાને. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત તેમના પર અને તેમના દેશ પર ૧૦૦ % વિશ્વાસ રાખી શકે છે.

PM Modi | Trump Says India US Always Stand Together | New Delhi Bharat  Mandapam

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આ રીતે અન્ય કોઈ દેશમાં ચાલી રહેલી ઉજવણીમાં લાઈવ જોડાય અને તે દેશના વડાપ્રધાનની આટલી બધી પ્રશંસા કરે તેવું ખૂબ ઓછું જોવા મળે છે. આ બાબત સાબિત કરે છે કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની દોસ્તી કેટલી ગાઢ છે અને આ સમયે ભારત-અમેરિકાના સંબંધો કેટલા મજબૂત સ્થિતિમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *