વરસાદમાં બાલ્કનીને મિની ગાર્ડન બનાવવા માટે આ સુંદર છોડ રોપો

ચોમાસાની ઋતુમાં ઘણા છોડ એવા હોય છે જે ઓછા પ્રયત્નોથી ઝડપથી વધે છે. જેથી તમારી બાલ્કની મિની ગાર્ડન બની શકે છે. જોકે આ સમય દરમિયાન છોડ લગાવવો સરળ છે પરંતુ તેમની સંભાળ રાખવી પણ મહત્વપૂર્ણ છે

8 plants to grow in your balcony this monsoon season – Firstpost

વરસાદી માહોલથી માત્ર હવામાન જ નહીં પરંતુ ઘરનું વાતાવરણ પણ ખુશનુમા બને છે. આવી સ્થિતિમાં જો તમારી બાલ્કની ખાલી અને નિર્જીવ લાગે છે તો ચોમાસું તેને હરિયાળીથી સજાવવાની સારી તક આપે છે. આ ઋતુમાં ઘણા છોડ એવા હોય છે જે ઓછા પ્રયત્નોથી ઝડપથી વધે છે. જેથી તમારી બાલ્કની મિની ગાર્ડન બની શકે છે.

Monsoon Plant Care Guide: Keep Plants Healthy & Dry

જોકે આ સમય દરમિયાન છોડ લગાવવો જેટલો સરળ છે પરંતુ તેમની સંભાળ રાખવી પણ મહત્વપૂર્ણ છે. વધુ પડતું પાણી, સતત ભેજ અને ખરાબ  ડ્રેનેજ છોડના મૂળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ચોમાસામાં સારી રીતે ખીલી શકે તેવા છોડ પસંદ કરો. જો તમે તમારી બાલ્કનીને પ્રકૃતિના સુંદર ખૂણામાં ફેરવવા માંગતા હો તો તમે કેટલાક ખાસ છોડ રોપીને અને આસાન કેયર ટીપ્સની મદદથી તેને હરિયાળી બનાવી શકો છો.

Balcony Garden - Sherries Estates

આ છોડને બાલ્કનીમાં રોપો

Growing Plants Spring Timelapse Sprouts Germination Stock Footage Video  (100% Royalty-free) 3484676191 | Shutterstock

બેલા

જો તમે બાલ્કનીને ફૂલોથી સજાવટ કરવા માંગતા હો તો તમે બાલ્કનીમાં બેલા પ્લાન્ટ રોપી શકો છો. તેની સફેદ અને સુગંધિત કળીઓ બાલ્કનીને સુંદર બનાવવાની સાથે-સાથે આસપાસના વાતાવરણને ખુશનુમા બનાવે છે.

Snake Plants | Houseplant UK

સ્નેક પ્લાન્ટ 

સ્નેક પ્લાન્ટ ઓછી દેખરેખ માટે લગાવી શકાય છે. આ છોડ ચોમાસામાં સરળતાથી ઉગે છે. આ છોડ હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તે બાલ્કનીના ખૂણાને સજાવટ કરવા માટે લગાવી શકાય છે.

aloe vera plant in pot on transparent background 48046840 PNG

એલોવેરા

ઔષધીય ગુણોથી ભરપૂર એલોવેરાનો છોડ ચોમાસામાં લગાવી શકાય છે. વરસાદ દરમિયાન તેની માટીમાં વધુ પાણી એકઠું થવા ના દો. કારણ કે તે મૂળને નુકસાન પહોંચાડી શકે છે. યોગ્ય સંભાળની મદદથી બાલ્કનીને હરીભરી રાખી શકો છો.

આ રીતે ઉગાડો મની પ્લાન્ટ, એક મહિનામાં છોડ થઈ જશે હર્યોભર્યો, ક્યારેય સુકાશે  નહીં - How To Take Care Of Money Plant | - News18 Gujarati

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ ભારતના લગભગ દરેક ઘરમાં લગાવવામાં આવે છે જે એક પ્રખ્યાત ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સમાંથી એક છે. ચોમાસામાં તેનો વેલો ઝડપથી વધે છે અને બાલ્કનીને સુંદર દેખાવ મળે છે. તેને કુંડામાં અથવા હેંગિંગ પોટમાં બન્નેમાં લગાવી શકાય છે.

Plants for Shady Balconies - Gardening Guide - Bloomling International

દેખભાળ રાખવાની યોગ્ય રીત

ચોમાસામાં છોડને ઓછામાં ઓછા ૨-૪ કલાક હવા અને પ્રકાશ મેળવવા દો. જો તમારી બાલ્કની કોમ્પેક્ટ છે, તો છોડને યોગ્ય અંતર મૂકો, જેથી તે સારી રીતે ઉગી શકે.

How to Protect Balcony Plants From Rain - Balcony Gardening Ideas

વરસાદને કારણે બાલ્કનીમાં રાખેલા કુંડા પાણીથી ભરાઈ જાય છે. આ કિસ્સામાં સમયાંતરે વધારાના પાણીને બહાર કાઢો. જેથી છોડના મૂળ પાણીમાં સળી ના જાય.

How to Protect Balcony Plants From Rain - Balcony Gardening Ideas

જો છોડના પાંદડા ચેપગ્રસ્ત હોય અથવા ખરાબ દેખાય છે, તો તેમને તરત જ દૂર કરવા જોઈએ. જો ના દૂર કરવામાં આવે તો તે બાકીના ભાગને પણ અસર કરે છે.

7 Low Maintenance Flower Plants for Balcony Gardens

બાલ્કનીમાં રાખેલા છોડ પર વરસાદનું પાણી પડતું રહે છે જેના કારણે તેમને વધુ પાણીની જરૂર પડતી નથી. આ કિસ્સામાં, માટી સૂકી હોય ત્યારે જ છોડને પાણી આપો.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *