ટીએમસી ના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર!

TMCના 'સંકટમોચક' જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક 1 - image

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તાનો પલટો થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા મમતા બેનરજી પર એક પછી એક મુશ્કેલી આવી રહી છે. તાજેતરના અહેવાલોમાં ચોંકાવનારી વાત એ છે કે, હવે ટીએમસી ના સંકટમોચક અને મમતાના ખાસ કહેવાતા નેતા જ બળવાખોર બની ગયા છે અને તેમણે ભાજપ નેતા સાથે મુલાકાત પણ કરી લીધી છે. એટલું જ નહીં, આ મુલાકાતમાં પાર્ટીના અન્ય નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉયે પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે.

TMC Rebellion | Banerjee Pressure Rebel Leaders | West Bengal Politics

ટીએમસીના બળવાખોર જૂથના નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉય અને મમતાના મહત્ત્વના નેતા સુદીપ બંદોપાધ્યાયે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા અને સીધા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ટીએમસીની વર્તમાન સ્થિતિ એવી છે કે, ૧૯ સાંસદોએ બળવો કરીને પોતે અસલી ટીએમસી હોવાનો દાવો ઠોંક્યો છે અને હવે સુદીપ બંદોપાધ્યાય બળવાખોર બની જતા હવે કુલ બળવાખોરોની સંખ્યા વધી ગઈ છે.

Mamata Banerjee Removes Sayoni Ghosh, Mala Roy From TMC Posts | Delhi Visit

બંદોપાધ્યાયની બળવાખોરી કરવાની હિલચાલ મમતા દીદીની ઊંઘ ઉડાડી દે તેવી ઘટના છે, કારણ કે તેઓ અને તેમની પત્ની નયના બંદોપાધ્યાય મુખ્યમંત્રી મમતા બેનરજીના ખૂબ જ નજીકના હોવાનું અને સંકટમોચક હોવાનું મનાય છે. નયના ટીએમસીના ધારાસભ્ય છે. ભાજપ નેતા સાથે મુલાકાત કર્યા બાદ બંદોપાધ્યાય ટીએમસીના બળવાખોર સાંસદોના જૂથમાં સામેલ થઈ જવાની અટકળો ચાલી રહી છે. અગાઉ પણ બળવાખોર સાંસદ ભૂપેન્દ્ર યાદવના ઘરે અકઠા થયા હતા. ત્યારપછી કેટલાક સાંસદો શતાબ્દી રૉયના ઘરે પણ ગયા હતા. બંદોપાધ્યાય કોલકાતા ઉત્તર લોકસભા મતવિસ્તારના કદાવર સાંસદ છે અને તેઓ આ મતક્ષેત્રમાંથી સતત જીતતા આવ્યા છે. એટલું જ નહીં, તેઓ કોલકાતાના સ્થાનિક સંગઠન પર મજબૂત પક્કડ ધરાવે છે. 

Sushmita Dev Resigns TMC; Meets Assam CM Himanta | BJP Entry Rumours

રાજકીય ચર્ચાઓ મુજબ, સુદીપ બંદોપાધ્યાયને ટીએમસીના સૌથી જૂના અને વરિષ્ઠ નેતાઓના મુખ્ય ચહેરા માનવામાં આવે છે. ઘણી બાબતોમાં તેમની અને અભિષેક બેનરજી વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ હોવાની ચર્ચા છે, જોકે મમતા બેનરજીના સમર્થનના કારણે બંદોપાધ્યાયની દરજ્જો ટોચ પર બનેલો રહ્યો છે. મમતાએ તેમની પત્નીની હાર થવા છતાં તેણીને વિધાનસભામાં ડેપ્યુટી લીડર બનાવ્યા હતા. બંદોપાધ્યાય ટીએમસીના સંસ્થાપક સભ્યોમાં સામેલ છે. તેઓ શતાબ્દી રૉય સાથે દેખાયા રાજકારણ ગરમાયું છે. હવે એવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે, શું જૂના નેતાઓ સાથે હોવાના કારણે મમતા બેનરજી પાર્ટી પર પોતાની પક્કડ યથાવત્ રાખી શકશે.

Bengal Political Comeback? TMC Crisis | Mamata Banerjee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *