અમેરિકા-ઈરાન વચ્ચે ૧૪ શરતો પર સમજૂતી થઈ

US–Israel–Iran War Latest News: Has Iran Agreed Not to Build Nuclear  Weapons and Reopen Strait of Hormuz? What Does Draft Deal Include?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઇરાન વચ્ચેના આ ઐતિહાસિક શાંતિ કરાર પર આગામી રવિવારે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ સમજૂતીથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ને તાત્કાલિક ફરીથી ખોલવાનો રસ્તો સાફ થઈ જશે. 

Trump gathers Cabinet as he looks to seal deal to end war that some backers  worry will embolden Iran - The Economic Times

સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પે આ આગામી સમજૂતીની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલા પરમાણુ કરાર સાથે કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જૂના માળખાથી વિપરીત આ નવી ડીલ એ સુનિશ્ચિત કરશે કે ઇરાન પરમાણુ હથિયારો વિકસાવવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહે.

ট্রাম্পের ঘোষণার পর ইরান-যুক্তরাষ্ট্র চুক্তির বিস্তারিত

ઇરાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, બંને દેશો વચ્ચેનો આ પ્રસ્તાવિત કરાર નીચે મુજબની ૧૪ મોટી શરતો પર આધારિત છે:

Still going in 2028': The issue that may stall US-Iran peace efforts for  years | SBS News

૧. ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે: ઇરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટ્સની નિકાસ પર લદાયેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે.

૨. નાણાકીય સંસાધનોનો એક્સેસ: ઇરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેંકિંગ વ્યવસ્થાઓનો પૂરો એક્સેસ પાછો મળશે.

૩. $ ૨૪ અબજ ડૉલરનું ફંડ મુક્ત કરાશે: ૬૦ દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા ફ્રીઝ (જપ્ત) કરાયેલા ઇરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે, જેમાંથી ૧૨ અબજ ડોલર તો વાતચીત શરૂ થતાં પહેલાં જ રીલીઝ કરવા પડશે.

૪. ઇરાનનું પુનર્નિર્માણ: અમેરિકા અને તેના સાથી દેશોએ ઇરાનના પુનર્નિર્માણ માટે આશરે ૩૦૦ અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે.

૫. તમામ મોરચે યુદ્ધવિરામ: લેબનાન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ થઈ જશે.

૬. સાર્વભૌમત્વનું સન્માન: અમેરિકા ઇરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઇરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું વચન આપશે.

૭. નૌસૈનિક નાકાબંધીનો અંત: અમેરિકા દ્વારા ઇરાન આસપાસ લગાવવામાં આવેલી નૌસૈનિક નાકાબંધી ૩૦ દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.

૮. અમેરિકન સેના પાછી ખેંચાશે: અમેરિકન સૈન્ય દળો ઇરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે.

૯. હોર્મુઝની ખાડી ખુલશે: હોર્મુઝ સ્ટ્રેટને ઇરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ ૩૦ દિવસની અંદર ફરીથી સત્તાવાર રીતે વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકી દેવાશે.

૧૦. ૬૦ દિવસની વાટાઘાટો: પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા ૬૦ દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે.

૧૧. પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન: ઇરાન પરમાણુ હથિયાર ન બનાવવાના પોતાના એનપીટી (NPT – પરમાણુ અપ્રસાર સંધિ) ના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે.

૧૨. સૈન્ય અને પ્રતિબંધો પર રોક: આ ૬૦ દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઇસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે અને ઇરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે.

૧૩. યુએન (UN) ની મંજૂરી: આ શરતોના અમલીકરણ પર નજર રાખવા એક વિશેષ મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે, અને આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

૧૪.મિસાઇલ પ્રોગ્રામ ડીલની બહાર: સૌથી મહત્વની વાત એ છે કે, ઇરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેના દ્વારા પ્રાદેશિક ‘રેઝિસ્ટન્સ ગ્રુપ્સ’ (પ્રતિરોધક જૂથો) ને અપાતું સપોર્ટ આ શાંતિ સમજૂતીનો ભાગ નથી.

US-Iran Talks Reach Final Stage Over One-Page Memorandum to Halt War in  Gulf: Report - Oneindia News

ઇરાન પોતાની શરતો પર મક્કમ છે. જ્યાં સુધી અમેરિકા શરૂઆતના ૧૨ અબજ ડોલર મુક્ત નહીં કરે, ઓઇલ પરના પ્રતિબંધો નહીં હટાવે અને નૌકાદળની નાકાબંધી ખતમ નહીં કરે, ત્યાં સુધી આખરી તબક્કાની સત્તાવાર વાતચીત શરૂ કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *