રાહુલ ગાંધીએ કહ્યું – લાખો વિદ્યાર્થીઓ ટેલિગ્રામથી અભ્યાસ કરે છે

નીટની પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ટેલિગ્રામ પર પ્રતિબંધ પેપર લીક રોકવા માટે મોદી સરકારનો નવો નુસખો છે. સરકાર ચોરને પકડવાને બદલે પીડિતના ઘરને તાળું મારી રહી છે

Rahul Gandhi on NEET paper leak

નીટની પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે ટેલિગ્રામ પર પ્રતિબંધ પેપર લીક રોકવા માટે મોદી સરકારનો નવો નુસખો છે. સરકાર ચોરને પકડવાને બદલે પીડિતના ઘરને તાળું મારી રહી છે.

Telegram Blocked in India Ahead of NEET Re-Exam; App Removed From Play  Store and App Store - The CSR Journal

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે લાખો વિદ્યાર્થીઓ વર્ષોથી ટેલિગ્રામ પર અભ્યાસ કરી રહ્યા છે – નોટ્સ, ટેસ્ટ સિરીઝ, ડિસ્કશન, તૈયારી. તે સુવિધાને દૂર કરવાથી પેપર લીકનું સમાધાન કેવી રીતે થયું? અને તે પણ ફૂલપ્રૂફ નથી. દેશના દરેક વિદ્યાર્થી આ જાણે છે, અને પેપર લીક માફિયા પણ. તો પછી તમે આગામી પ્રતિબંધ કોનો પર લગાવશો? વોટ્સએપ?

સરકાર દેખાડો કરી રહી છે – રાહુલ ગાંધી

Modiji, strike mafia, not students': Rahul Gandhi after Telegram ban

રાહુલ ગાંધીએ કહ્યું કે પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવશે. ખિસ્સા કાતરથી કાપવામાં આવશે. વાયુસેના દ્વારા પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. દેખાડાની કોઇ કમી નહીં રહે, પરંતુ રોગના મૂળ પર એક પણ ફટકો નહીં પડે કારણ કે આ સરકારની દેખરેખમાં પેપર લીક માફિયા ખીલી રહ્યો છે અને યુવાનોને લોહીના આંસુ રડાવી રહ્યા છે.

Why isn't PM Modi sacking Education Minister Pradhan despite repeated paper  leaks, asks Rahul Gandhi - The Hindu

તેમણે વધુમાં કહ્યું કે મોદીજી, દેખાડો કરવાનું બંધ કરો. માફિયા પર પ્રહાર કરો, વિદ્યાર્થી પર નહીં. વિદ્યાર્થીઓની ગુંજ સાંભળો, નહિતર દેશનો યુવાનો પોતાનો હક લેવાનું જાણે છે. 

Rahul Gandhi's hill outreach signals early intensification of Uttarakhand  2027 electoral battle

અન્ય એક એક્સ પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું કોટા જવા રવાના થયો છું, પરંતુ મારા હૃદયમાં બે નામ ગુંજી રહ્યા છે: ઉમેશ અને રિયા. ગઈકાલે સીકરમાં ઉમેશ અને દહેરાદૂનમાં રિયા – બંનેએ રી-નીટના દબાણમાં પોતાનું જીવન ખતમ કરી લીધું છે. ૨૨ અને ૨૩ વર્ષના બાળકો જેમણે સપનાના ખુલ્લા આકાશમાં ઉડવાનું હતું તે આ અન્યાયી સિસ્ટમ સામે હારી ગયા.

કોઈ પણ બાળકનું સપનું આ રીતે ચકનાચૂર ન થવું જોઈએ – રાહુલ ગાંધી

Why India temporarily blocked Telegram ahead of NEET re-test: The fraud  networks, cybersecurity gaps, and trust crisis explained

તેમણે કહ્યું કે આ મોત એક તૂટેલી, ભ્રષ્ટ સિસ્ટમની ઉપજ છે અને તેના જવાબદાર છે મોદી સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની છે, જેમણે વિદ્યાર્થીઓને બચાવવાને બદલે, વારંવાર પેપર લીક, પરીક્ષાના ગેરવહીવટ અને ભવિષ્યના સૌદાગરોને સંરક્ષણ આપ્યું. આજે કોટાથી અમે એ લડાઈ શરૂ કરીશું જેનો એક જ હેતુ છે – કોઈ પણ બાળકનું સપનું આ રીતે ચકનાચૂર ન થવું જોઈએ, કોઈ માતાપિતાએ ફરીથી ક્યારેય તેમના બાળકને આ રીતે ગુમાવવો ના પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *