JIOના IPOની સત્તાવાર જાહેરાત

લાંબા સમયની રાહ અને અટકળોનો અંત આવ્યો છે અને હવે રિલાયન્સ જિયોનું શેર બજારમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની ૪૯મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધતા આ અંગેની સૌથી મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, જિયો પ્લેટફોર્મ્સના બોર્ડ દ્વારા આ મેગા IPO માટેના જરૂરી ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ  (DRHP) મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેને આજે જ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ફાઇલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. આ જાહેરાત સાથે જ ભારતના ઇતિહાસના સૌથી મોટા ગણાતા આ IPOનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. મહત્ત્વની વાત એ છે કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા પોતાના IPOના પેપર્સ સબમિટ કરાયાના બરાબર એક દિવસ બાદ જ જિયો દ્વારા પણ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.

Reliance to file Jio IPO DRHP with SEBI today; Mukesh Ambani announces move  at 49th AGM - Prameya News

મુકેશ અંબાણીએ આ જાહેરાતને આખા રિલાયન્સ પરિવાર અને કરોડો શેરધારકો માટે ખૂબ જ ભાવુક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘રિલાયન્સ અને તેના રોકાણકારો વચ્ચેનો સંબંધ ગૌરવ, વિશ્વાસ અને સન્માનના પવિત્ર પાયા પર ટકેલો છે.’ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના વિઝનને યાદ કરતા તેમણે કહ્યું કે, ‘શેરધારકોની કમાણી વધારવી અને તેમનો વિકાસ કરવો એ જ અમારા ગ્રુપનો મુખ્ય હેતુ રહ્યો છે. જે રીતે ધીરુભાઈ માટે આ બાબત ખૂબ જ ખાસ હતી, તેવી જ રીતે મારા માટે પણ શેરધારકો પ્રત્યેની આ પ્રતિબદ્ધતા એક પવિત્ર જવાબદારી સમાન છે.’

Jio IPO countdown: Mukesh Ambani says 'advancing steadily towards listing '  - Industry News | The Financial Express

આ મેગા IPO પ્રક્રિયાની સૌથી મોટી હાઈલાઈટ એ છે કે, મુકેશ અંબાણીની નવી પેઢી આ આખી પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહી છે. મુકેશ અંબાણીએ શેરધારકોને જણાવ્યું કે, ‘ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી આ જિયો IPOની પ્રક્રિયાની આગેવાની કરી રહ્યા છે. તેઓ જ ભવિષ્યમાં મૂલ્ય નિર્માણ (value creation)ની તકોનું નેતૃત્વ કરશે.’ બજારના નિષ્ણાતો આ નિવેદનને રિલાયન્સના બિઝનેસમાં નવી પેઢીની મજબૂત પકડ અને નેતૃત્વના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

RIL AGM | Reliance Jio to file IPO papers with Sebi today: Mukesh Ambani -  The Economic Times

વર્ષ ૨૦૧૬ માં શરૂ થયા પછી જિયોએ ભારતના ટેલિકોમ સેક્ટરની કાયાપલટ કરી નાખી છે અને આજે તે કરોડો ગ્રાહકો સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. માત્ર ટેલિકોમ જ નહીં, પણ જિયો હવે ડિજિટલ સર્વિસિસ, ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. મુકેશ અંબાણીએ પૂરા ભરોસા સાથે જણાવ્યું હતું કે, ‘જિયોનું લિસ્ટિંગ સમગ્ર વિશ્વને બતાવી આપશે કે ભારત વૈશ્વિક સ્તરની અને પાવરફુલ ટેક્નોલોજી કંપનીઓ બનાવવાની પૂરી ક્ષમતા ધરાવે છે.’ આ સાથે જ તેમણે નવા રોકાણકારોને ખાતરી આપી છે કે જિયોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.

RIL AGM 2026: Jio IPO and 4 other big bets Mukesh Ambani could unveil - The  Economic Times

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતીય શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં જબરદસ્ત તેજીનો માહોલ છે. નોંધનીય છે કે, લગભગ દસ વર્ષની લાંબી રાહ જોવડાવ્યા બાદ માત્ર એક જ દિવસ પહેલાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ પોતાના IPO માટેના પેપર્સ ફાઈલ કર્યા છે. હવે જિયોએ પણ આ દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે. જોકે, આ IPOની સાઇઝ કેટલી હશે, કંપનીનું વેલ્યુએશન શું હશે અને તે કઈ તારીખે શેરબજારમાં આવશે, તે સેબી (SEBI)ની મંજૂરી મળ્યા પછી જ જાણી શકાશે. પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતીય મૂડીબજાર ટૂંક સમયમાં જ ઇતિહાસના બે સૌથી મોટા આઈપીઓનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *