નિર્જળા એકાદશી ક્યારે છે ૨૪ કે ૨૫ જૂન?

Nirjala Ekadashi 2025 Wishes: નિર્જલા એકાદશીના દિવસે તમારા પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા મેસેજ - Happy Nirjala Ekadashi 2025 Wishes, Quotes, Messages, Status in Gujarati

સ્કંદ પુરાણ અનુસાર નિર્જળા એકાદશીને વર્ષની સૌથી મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. જે લોકો આ દિવસે ઉપવાસ કરે છે તેમને વર્ષની તમામ એકાદશી વ્રત જેટલું જ પુણ્ય મળે છે. જાણો નિર્જળા એકાદશી વ્રતની તારીખ, પૂજા શુભ મુહૂર્ત અને મહત્વ

Nirjala Ekadashi 2026

 હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશી તમામ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ અને પુણ્યદાયી માનવામાં આવી છે. નિર્જળા એકાદશી વ્રત જેઠ સુદ અગિયારસ તિથિ પર રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત્ પૂજા કરવામાં આવે છે, સાથે સાથે અન્ન જળ વગર વ્રત રાખવાનું હોય છે. આથી જે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. 

Parama Ekadashi 2026 Date, Time, Parana Muhurat & Significance

માન્યતા મુજબ, જે વ્યક્તિ સમગ્ર વર્ષ દરમિયાન બધી એકાદશીના ઉપવાસ કરી શકતા નથી, તે ફક્ત નિર્જળા એકાદશી વ્રત કરીને તમા 24 એકાદશીના ઉપવાસ જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. આ વર્ષે, નિર્જળા એકાદશીનું વ્રત ૨૫ જૂને રાખવામાં આવશે. આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે, જે તેનું મહત્વ વધારે છે. ચાલો જાણીએ પૂજા માટે તારીખ અને શુભ સમય…

Nirjala Ekadashi Observed Today; Jeth Month Shukla Paksha

 નિર્જળા એકાદશી ૨૦૨૬ તારીખ

વૈદિક કેલેન્ડર મુજબ, જેઠ સુદ પક્ષની એકાદશી તિથિ ૨૪ જૂને સાંજે ૦૬:૧૧ વાગ્યે શરૂ થાય છે. આ તિથિ ૨૫ જૂને રાત્રે ૦૮:૦૯ વાગ્યે સમાપ્ત થશે. તેથી, નિર્જળા એકાદશી વ્રત ૨૫ જૂને રાખવામાં આવશે.

નિર્જલા એકાદશી 2026: તિથિ, જળ રહિત વ્રત વિધિ અને મુહૂર્ત

નિર્જળા એકાદશી શુભ મુહૂર્ત

નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સમય સવારે ૧૦:૩૯ થી બપોરે ૦૨:૦૯ સુધીનો રહેશે. નિર્જળા એકાદશી ઉપવાસના પારણાં કરવા માટેનો શુભ સમય ૨૬ જૂન, ૨૦૨૬ ના રોજ સવારે ૦૫:૨૫ થી ૦૮:૧૩ વાગે સુધી રહેશે.

Nirjala Ekadashi To Be Observed Soon! Strict Do's And Don'ts, Puja Vidhi And Other Details | Times Now

નિર્જળા એકાદશીનું ધાર્મિક મહત્વ

ધાર્મિક ગ્રંથો અનુસાર, નિર્જળા એકાદશી વ્રત મહાભારત કાળનો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભીમે મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી આખા વર્ષ દરમિયાન બધી એકાદશી વ્રત રાખવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને ફક્ત નિર્જળા એકાદશી વ્રત રાખવાની સલાહ આપવામાં આવી હતી. આ વ્રતના પ્રભાવને કારણે, તેમને બધા એકાદશી વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું. આથી નિર્જળા એકાદશી ને ભીમ અગિયારણ પણ કહેવામાં આવે છે.

Nirjala Ekadashi 2022 Muhurta, Importance & Significance in Marathi | यंदा 'या' दिवशी आहे निर्जला एकादशी व्रत, जाणून घ्या मुहूर्त, महत्व आणि इतर मान्यता

માન્યતા મુજબ, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી પાપનો નાશ થાય છે, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. સાથે જ મોક્ષનો માર્ગ ખુલે છે. નિર્જળા પર જળ, છત્રી, વસ્ત્ર, પંખો અને અન્નનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *