આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર

આજના સમયમાં આધાર કાર્ડ દરેક સરકારી અને ખાનગી કામ માટે અનિવાર્ય બની ગયું છે, તેથી તેને અપડેટ રાખવું પણ એટલું જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યુઆઈડીએઆઈ (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ આધાર ધારકોને મોટી રાહત આપી છે. યુઆઈડીએઆઈ ની જાહેરાત અનુસાર, ૧ જુલાઈ ૨૦૨૬ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત રહેશે. હાલમાં આ સુવિધા માટે લોકોને ૭૫ રૂપિયા ચૂકવવા પડે છે.

Aadhaar Card ધારકો માટે લોટરી! પહેલી જુલાઈથી બદલાઈ રહ્યો છે આ નિયમ, હવે  મફતમાં થશે આ મોટું કામ

યુઆઈડીએઆઈ ના નિયમ મુજબ, આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કે ચેન્જ કરવા માટે સામાન્ય રીતે જીએસટી સહિત ૭૫ રૂપિયા ફી વસૂલવામાં આવે છે. જોકે, આગામી ૧ જુલાઈથી શરૂ થતા ૬ મહિના સુધી જો તમે ‘આધાર મોબાઈલ એપ’ નો ઉપયોગ કરીને ઈમેલ અપડેટ કરશો, તો આ સેવા તદ્દન ફ્રી રહેશે. પરંતુ ધ્યાનમાં રાખવું કે આ મફત સુવિધાનો લાભ માત્ર મોબાઈલ એપ દ્વારા જ મળશે; જો અન્ય કોઈ માધ્યમથી અપડેટ કરાવશો તો નિયત ચાર્જ ચૂકવવો પડશે.

કેટલા રંગના હોય છે Aadhaar Card? જાણો ક્યા રંગનો શું અર્થ છે

આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક રાખવાથી સુરક્ષા અને સુવિધા બંને વધી જાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે આધાર સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ સૂચનાઓ અને અપડેટ્સ સીધા તમારા ઈમેલ પર મળતા રહે છે. આ ઉપરાંત, જો કોઈ તમારા આધારનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય, તો તેની ચેતવણી તત્કાલ ઈમેલ પર આવી જાય છે. ઈમેલ લિંક હોવાને કારણે ભવિષ્યમાં આધાર નંબર કે એનરોલમેન્ટ આઈડી ખોવાઈ જાય તો તેને ઓનલાઈન ફરી મેળવવામાં પણ ઘણી સરળતા રહે છે.

આધારકાર્ડ પર નામ અને જન્મ તારીખ આટલી વાર જ કરી શકશો અપડેટ, UIDAI નક્કી કરી  મર્યાદા - Gujarati News | How Many time update Name And Birth date in Aadhar  card limit

જો તમારો ઈમેલ આઈડી પહેલેથી જ આધાર સાથે જોડાયેલો હોય અને તમે તેને વેરિફાય કરવા માંગતા હોવ, તો યુઆઈડીએઆઈ ની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો:

– સૌથી પહેલા યુઆઈડીએઆઈ ની વેબસાઈટ પર જઈને ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો.

– ત્યાં આપેલા વિકલ્પોમાંથી ‘Verify Email/Mobile Number’ પસંદ કરો.

– ત્યારબાદ ‘Verify Email Address’ પર ક્લિક કરી, તમારો આધાર નંબર, ઈમેલ આઈડી અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખીને ‘Submit’ કરો.

– હવે તમારા ઈમેલ પર એક ઓટીપી (ઓટીપી) આવશે, તેને નિર્ધારિત ખાનામાં ભરીને ફરી સબમિટ કરો.

– આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા ઈમેલ પર ‘Aadhaar Authentication Successful’નો મેસેજ આવી જશે, જે દર્શાવે છે કે તમારો ઈમેલ વેરિફાય થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *