મહાદેવના આ અનમોલ સુવિચારો તમારા જીવનની દરેક મુશ્કેલીઓ અને સંકટને દૂર કરીને મનને શાંતિ આપશે,

હિન્દુ ધર્મમાં ભગવાન શિવને સર્વોચ્ચ દેવતાઓમાંથી એક માનવામાં આવે છે. તેમને ‘ત્રિદેવ’ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાંથી એક એટલે કે ‘મહાદેવ’ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે સાચા મનથી શિવની આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનના તમામ સંકટો દૂર થાય છે. અહીં ભગવાન શિવના એવા અનમોલ વિચારો આપેલા છે જે તમને મુશ્કેલ સમયમાં સાચો માર્ગ બતાવશે.

ભગવાન શિવ બ્રહ્માંડના પાલનહાર છે અને તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. તેમના ઉપદેશો જીવનની મુશ્કેલીઓનો ઉકેલ આપે છે. અહીં અમે ભગવાન ભોલેનાથ સાથે સંકળાયેલા કેટલાક અમૂલ્ય વિચારો રજૂ કરીએ છીએ.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/23/lord-shiva-quotes-in-gujarati-bholenath-thoughts-life-challenges-2026-06-23-14-21-23.jpg)
ભગવાન શિવ બ્રહ્માંડના પાલનહાર છે અને તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.

પરિવર્તન જ જીવનનો નિયમ છે: પરિવર્તન એ સંસારની એકમાત્ર સ્થિર વસ્તુ છે, તેને ખુલ્લા મને સ્વીકારો. જે બદલાવને સ્વીકારે છે તે ક્યારેય દુખી થતો નથી.
મહાદેવની ભક્તિમાં શક્તિ: શિવની ભક્તિ મનને પરમ શાંતિ આપે છે અને મહાદેવનું નામ સંસારના તમામ બંધનો અને ચિંતાઓમાંથી મુક્તિ અપાવે છે.
જીવન એક અનમોલ ભેટ છે: જીવનથી વધુ મહત્વનું કંઈ જ નથી. આ ઈશ્વર દ્વારા મળેલી સૌથી મોટી ભેટ છે, જેને હંમેશા સકારાત્મકતા સાથે જીવવી જોઈએ.
સ્વીકારભાવ શીખો: તમે જીવનની દરેક પરિસ્થિતિને નિયંત્રિત કરી શકતા નથી પરંતુ તેને સહજતાથી સ્વીકારતા જરૂર શીખી શકો છો. સ્વીકારભાવ જ શાંતિનો માર્ગ છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/23/lord-shiva-quotes-in-gujarati-2026-06-23-14-21-58.jpg)
સૃષ્ટિ અને પ્રલયના સ્વામી: સર્જન અને વિનાશ એકબીજા સાથે જોડાયેલા છે. શિવ જ સૃષ્ટિ છે અને શિવ જ પ્રલય છે. શિવ જ આદિ છે અને શિવ જ અંત છે.
![]()
ભોલેનાથનો આશરો: જેનું મન ભોલેનાથની ભક્તિમાં લીન થઈ ગયું, તેને સંસારમાં પછી કોઈ અન્યના સહરાની જરૂર પડતી નથી.
સંકટહર્તા મહાદેવ: મારા દરેક સંકટને મહાદેવ હરી લે છે, એટલા માટે જ હું હંમેશા ‘હર હર મહાદેવ’ જપી લઉં છું.
સાચો ભક્ત કોણ?: સાચો ભક્ત એ જ છે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં અને મુશ્કેલીઓમાં પણ પૂર્ણ શ્રદ્ધા સાથે ‘હર હર મહાદેવ’ કહે છે.
તૂટેલા મનને મજબૂતી આપે: મહાદેવનો પ્રેમ એવો છે, જે હૃદયને પરિસ્થિતિઓ સામે તૂટવા નથી દેતો પરંતુ તેને અંદરથી વધુ મજબૂત બનાવે છે.
ભરોસાની શક્તિ: જેના દિલમાં ભોલેનાથ પ્રત્યે અતૂટ ભરોસો હોય, તેના જીવનમાં ક્યારેય નિરાશાની કોઈ જગ્યા રહેતી નથી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/23/lord-shiva-quotes-in-gujarati-to-overcome-life-challenges-2026-06-23-14-22-29.jpg)
મહાદેવનું નામ લેવાવાળો વ્યક્તિ ક્યારેય નબળો નથી પડતો, કારણ કે તેના ઈરાદાઓમાં ખુદ શિવની શક્તિનો વાસ હોય છે.

ઈરાદાઓમાં શિવની શક્તિ: મહાદેવનું નામ લેવાવાળો વ્યક્તિ ક્યારેય નબળો નથી પડતો, કારણ કે તેના ઈરાદાઓમાં ખુદ શિવની શક્તિનો વાસ હોય છે.
મુશ્કેલીઓ સામે જીત: મુશ્કેલીઓ ત્યારે જ જીતે છે જ્યારે માણસ હિંમત હારી જાય છે. જે મહાદેવ પર વિશ્વાસ રાખે છે તે દરેક હાલમાં વિજયી બને છે.
સાચી તપસ્યા શું છે?: મહાદેવ શીખવે છે કે, ભલે તમે ગમે તેટલી વાર પડો કે નિષ્ફળ થાઓ, પણ તેનાથી વધુ વાર ઊભા થાઓ; આ જ જીવનની સાચી તપસ્યા અને સંઘર્ષ છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
