નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર

નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ એક અનોખો અને ચોંકાવનારો વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે કલાકના ગણતરીના સમયમાં જ સમગ્ર વિસ્તારને જળબંબોળ કરી દીધો છે. ચોમાસાના આ પ્રથમ ભારે વરસાદમાં જ સાગબારા અને સેલંબાના ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલથી અત્યાર સુધી નર્મદાના સાગબારામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ 1 - image

નદીઓ છલકાઈ, સેલંબા-મહારાષ્ટ્ર રોડ બંધ થતાં વાહનવ્યવહાર ઠપ

રાત્રિના સમયે ખાબકેલા આ અણધાર્યા આક્રમક વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ ઓવરફ્લો થવાના કારણે પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દોડતા થઈ ગયા છે. આ પૂરની સ્થિતિની સૌથી ગંભીર અસર વાહનવ્યવહાર પર પડી છે, જેમાં સેલંબાથી નવાપાડા થઈને મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય રસ્તો પાણી ભરાઈ જવાના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આંતરરાજ્ય કનેક્ટિવિટી ધરાવતો આ માર્ગ બંધ થતાં હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

Bargi Dam Water Crisis | Narmada Flow Drops; Jabalpur Faces Shortage

અજાયબી જેવો માહોલ: ૧ તાલુકામાં પૂર, બાકીના ૪ તાલુકા કોરાધાકોર!

નર્મદા જિલ્લામાં કુદરતનો એક અદભુત કરિશ્મા પણ જોવા મળ્યો છે. એક તરફ જ્યાં સાગબારા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યાં બીજી તરફ જિલ્લાના બાકીના ૪ તાલુકાઓ—નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, ડેડીયાપાડામાં વરસાદનું એક છાંટું પણ પડ્યું નથી! આ પાંચેય તાલુકાઓ અત્યારે બિલકુલ કોરાધાકોર છે. જોકે, ધોધમાર વરસાદ ન પડ્યો હોવા છતાં સમગ્ર નર્મદા જિલ્લામાં સવારથી જ કાળાડિબાંગ વાદળો છવાયેલા રહ્યા છે. આ વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોના કારણે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન જિલ્લાના નાગરિકોને મોટી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *