રથયાત્રા રૂટ પર એએમસી ની કાર્યવાહી

અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આગામી 16મી જુલાઈએ નીકળનારી ૧૪૯મી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શાંતિપૂર્ણ અને સુરક્ષિત આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત જોર્ડન રોડ વિસ્તારમાં આવેલા જોખમી અને જર્જરિત ઈમારતો તેમજ બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ: રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી, જોર્ડન રોડ પર જોખમી બાંધકામો દૂર કરાયા

રથયાત્રાના દિવસે રૂટ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, દેશ-વિદેશના મહાનુભાવો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોની અવરજવર રહેતી હોય છે. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને, યાત્રા દરમિયાન કોઈ માળખું તૂટી પડવાની કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે એએમસી દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે આ પગલાં લેવાઈ રહ્યા છે.

અમદાવાદ રથયાત્રા 2026 માટે AMC સજ્જ: 13 કિમીના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ  ફાયર-મેડિકલની તૈયારીઓ પૂર્ણ, જુઓ મેગા પ્લાન | Ahmedabad Jagannath Rath Yatra  2026 AMC ...

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના સમગ્ર માર્ગ પર સર્વે કરીને નબળા અને જર્જરિત બાંધકામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જોર્ડન રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી આ તોડફોડ અને સમારકામની કામગીરીથી રથયાત્રાનો માર્ગ વધુ મોકળો અને સુરક્ષિત બનશે, જેથી કટોકટીના સમયે ભીડનું નિયંત્રણ સરળતાથી થઈ શકે.

Ahmedabad: રથયાત્રા પૂર્વે તંત્ર એક્શન મોડમાં; 274 જોખમી મકાનોને નોટિસ  ફટકારી, ભીડભાડવાળા વિસ્તારોમાં કડક કાર્યવાહી | ahmedabad news rathyatra  2026 amc notices 274 ...

જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *