બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ જાહેર કાર્યક્રમો, વિકાસલક્ષી બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ જાહેર કાર્યક્રમો, વિકાસલક્ષી બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસને રાજકીય તેમજ વહીવટી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્રવાસની શરૂઆત ગાંધીનગરથી થશે, જ્યાં સવારે ૧૧:૦૦ વાગ્યે મહાત્મા મંદિર ખાતે ‘ભારત ટેક્સી સેવા’ના પ્રારંભ કાર્યક્રમમાં ગૃહમંત્રી હાજરી આપશે. આ પહેલ સહકારી વ્યવસ્થાને નવી દિશા આપવા સાથે પરિવહન ક્ષેત્રમાં નવી વ્યવસ્થા ઉભી કરવામાં મદદરૂપ બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
-1782470567010_d.png)
બપોરે ૦૧:૦૦ વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન વિવિધ વિકાસ કાર્યો, કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અને જિલ્લા સ્તરના પ્રગતિ અહેવાલોની સમીક્ષા કરવામાં આવશે. દિવસના બીજા તબક્કામાં ગૃહમંત્રી અમદાવાદ પહોંચશે, જ્યાં સાંજે ૦૪:૪૫ વાગ્યે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આયોજિત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાશે.
![]()
પ્રવાસના અંતિમ તબક્કામાં સાંજે ૦૬:૩૦ વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગૃહમંત્રી સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરશે તેમજ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળશે. ગૃહમંત્રીના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા અને વહીવટી તૈયારીઓ પણ વધારવામાં આવી છે.